આજે અભિનેત્રીઓ પરદા પર ગ્લેમરસ દેખાય, એકદમ મારકણી દેખાય તેમાં તેમનું કુદરતી સૌંદર્ય એકલું કામ લાગતું નથી. એના માટે ફેશન ડિઝાઈનર્સ હોય, હેર સ્ટાઈલિસ્ટ હોય અને બીજા જાતજાતના હોય. અત્યાર સુધી દેશી હેરસ્ટાઈલિસ્ટ ચાલતા હતા પણ હવે તેમાં ય વિદેશી આવી ગયા છે. હોલીવુડની હીરોઇન જેવા દેખાવું હોય તો ઇન્ડિયાના હેરસ્ટાઈલિસ્ટ ન જ ચાલે ને!
હમણાં પેરિસથી સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ ફલોરીન હ્યુરેલ આવ્યા તો ફિલ્મજગતની બ્યુટીફૂલ એકટ્રેસ આ હેરસ્ટાઈલિસ્ટ પાસે દોડી ગઇ. જો કે સેલિબ્રિટી હેરસ્ટાલિસ્ટ ગણાતા ફલોરીઅનને ય ખબર હતી કે બોલીવુડ સેલિબ્રિટી તેની પાસે હેરસ્ટાઈલ કરાવે તો જ પોતે સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ ગણાશે. ફલોરીનની ઓળખ અત્યારે બોલીવુડમાં આઈકોનિક લુકસ આપવા માટે જાણીતો બની ગયો છે. પ્રિયંકા ચોપરા, દિપીકા પાદુકોણ, શ્રદ્ધા કપૂરનો તે ફેવરિટ છે. પેરિસથી અહીં આવી જામી પડેલા ફલોરીને ઉંમરના 13માં વર્ષથી હેરસ્ટાઈલિસ્ટ બનવાનું વિચારેલું અને હવે ઇન્ડિયામાં આવીને જામી પડયો છે. 21ની ઉંમરે પેરિસમાં સલૂન શરૂ કરનાર ફલોરીનનાં મેન્ટરે કહેલું કે અહીં શું બેઠો છે, ઇન્ડિયા જા. ત્યાં તારા માટે ઘણું કામ છે. પર્સનલ અને પ્રોફેશનલ ગ્રોથના ચાન્સ ઇન્ડિયાના ટિકિટ કઢાવી અને હવે પેરિસ ભુલી ગયો છે. તેણે ટી.વી. કમર્શિઅલ, બોલીવુડ પર્સનાલિટીને હેરસ્ટાઈલ આપી છે.

શરૂમાં યામી ગૌતમ પછી શ્રદ્ધા કપૂર પછી ઐશ્વર્યા રાય બચ્ચન અને પછી પ્રિયંકા ચોપરા, દિપીકા પાદુકોણ. ફ્લોરીન કહે છે કે જે લોકો અલ્ટ્રા પ્રોફેશનલ અને ઓર્ગેનાઈઝ્ડ હોય તેની સાથે જ કામ કરવું મને ગમે છે. જે અલ્ટ્રા પ્રોફેશનલ હોય તે સમજે કે હેરસ્ટાઈલનું મહત્વ શું, તેના માટે સમય આપવો શું તે પણ સમજે તે પ્રિયંકા સાથેના અનુભવને બહુ ખુશ થઇ યાદ કરે છે કે એકવાર રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ માટે પ્રિયંકા ચોપરાને તૈયાર કરવાની હતી મિકી કોન્ટ્રાકટરે તેનો મેકઅપ કરેલો અને મેં તેના વાળ બનાવેલા. પ્રિયંકાને એક જુદા લુક્સમાં તૈયાર કરવાની હતી કારણ કે બધા પ્રિયંકાના લુક્સને જોવા આતુર હતા. તેના વાળનાં કુદરતીપણાને છંછેડાયા વિના તેના નવું કામ કર્યું અને એજ અમારું સિક્રેટ છે કે કેવી રીતે હેરસ્ટાઈલ કરવી. હેરસ્ટાઇલિસ્ટનું કામ વર્લ્ડ ટ્રેન્ડને પકડવાનું અને નવો ટ્રેન્ડ ઊભો કરવાનું પણ હોય છે. પણ કઇ અભિનેત્રી શું પસંદ કરે છે અને તેની પર્સનલ ઇમેજ શું છે તે પણ જોવું પડે. દિપીકામાં કલાસિકનું તત્વ છે તેવું તે સમજે છે પણ દરેક સેલિબ્રિટી ચેલેંજ તરીકે હોય છે. પણ તે કહે છે કે કામ તો બધા માટે કરવું ગમે પરંતુ દિપીકા બોલાવે તો કયારેય ના નથી પાડતો. તરત જ દોડી જાઉં. બાકી તેની સલાહ હોય છે કે સારું શેમ્પુ અને કંડીશનર વાપરો કારણ કે તે જ ફરક લાવી શકે. વોશ એન્ડ કંડીશન રેગ્યુલરલી. પણ વારંવાર તેલ નાંખવુ સારુ નથી બાકી ભારતીયો પાસે આખા વર્લ્ડમાં મોસ્ટ બ્યુટીફલ વાળ છે. •