આસામ: આસામ(Assam)માં પૂર(Flood)ને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. અહીં સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ગુરુવાર સુધીમાં આસામમાં 108 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી(CM) હિમંતા વિશ્વ સરમાએ પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત સિલચર શહેરનું હવાઈ સર્વેક્ષણ કર્યું છે. પૂરથી 30 જિલ્લાઓમાં 45.34 લાખ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે બુધવારે 32 જિલ્લામાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા 54.5 લાખ હતી. મોટાભાગના અસરગ્રસ્ત જિલ્લાઓમાં બ્રહ્મપુત્રા(Brahmaputra River) અને બરાક(Barack River) નદીઓ અને તેની સહાયક નદીઓ ખતરાનાં નિશાન પર છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં પૂરને કારણે મૃત્યુઆંક વધીને 108 થઈ ગયો છે.
- 32 જિલ્લાઓમાં 54.5 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત, અત્યાર સુધીમાં 108 લોકોના મોત
- સરકારે એક સપ્તાહ પહેલા ઉનાળાની રજાઓ જાહેર કરી હતી
એક જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ગેટવે ટુ બરાક વેલી’ ગણાતા સિલચરમાં સ્થિતિ ચિંતાજનક છે અને મોટાભાગના વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) એ કહ્યું કે તેણે ગંભીર રીતે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખાસ કરીને સિલચરમાં આવેલા કેચરમાં બચાવ અને રાહત કામગીરીને વધુ ઝડપી બનાવી છે. 207 કર્મચારીઓ સાથેની આઠ NDRF ટીમોને ઇટાનગર અને ભુવનેશ્વરથી લાવવામાં આવી હતી, જ્યારે 120 સભ્યો સાથેની આર્મી ટીમને દીમાપુરથી નવ બોટ સાથે સિલ્ચરમાં કામગીરી માટે મોકલવામાં આવી હતી, અધિકારીઓએ જણાવ્યું હતું. વધુમાં, બે સીઆરપીએફ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) ટીમોને કચરમાં એરલિફ્ટ કરવામાં આવી હતી, તેઓએ ઉમેર્યું.
પૂરની સ્થિતિ પર સતત નજર, શક્ય તમામ મદદ કરીશું: પી.એમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્દ્ર આસામમાં પૂરની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને પડકારને પહોંચી વળવા માટે તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, “સેના અને NDRFની ટીમો પૂર પ્રભાવિત વિસ્તારોમાં હાજર છે. તેઓ બચાવ કાર્ય કરી રહ્યા છે અને અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહ્યા છે. વાયુસેનાએ બચાવ કામગીરીના ભાગરૂપે 250 થી વધુ ફ્લાઇટ્સ હાથ ધરી છે.” દરમિયાન, આજે કચર અને બરપેટામાં 108 લોકો, બજલી, ધુબરી અને તામુલપુર જિલ્લામાં એક-એકના જીવ ગુમાવવાને કારણે મૃત્યુ પામ્યા છે.