ભરૂચ: “નાવડીઓ નદીમાં નહીં પણ હવે ફળિયામાં ફરે છે”આવી દુર્દશા નર્મદા નદીનાં કાંઠે ભરૂચ, અંકલેશ્વર પંથકમાં જોવા મળી હતી.નર્મદા નદીમાં વધારે પાણી આવતા ભરૂચ નગરના ચાર નિચાણવાળા વિસ્તારોમાં અંદાજે ૨૫૦૦થી વધુ અસરગ્રસ્ત લોકોને રેસ્કયુ કરી ૬ જગ્યાએ કેમ્પમાં તમામ સગવડો પાલિકા દ્વારા આપી રહી છે.જયારે અંકલેશ્વર શહેરમાં ભરૂચીનાકાથી લગભગ ૧૫ સોસાયટીમાં આઠ જેટલું પાણી ભરાતા સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા. અંકલેશ્વરની ઘટના માટે રેસ્કયુ કરવા બારડોલી ફાયર બ્રિગેડને બોલાવતા લોકોના જીવ બચાવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વર – હાંસોટ રોડ ઉપર પૂરના પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 15થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને ઘણું જ નુકસાન થયું છે. બારડોલી ફાયર બ્રિગેડને કોલ મળતા તેમણે અહીં આવીને લોકોના જીવ બચાવ્યા છે.
જુનાદિવાના 75 વર્ષના વયોવૃદ્ધ અરવિંદભાઈ પટેલ જણાવ્યું હતું કે આટલું બધું પાણી મારા ૭૫ વર્ષ નર્મદા નદીમાં નથી આવ્યું.આજે ગામડા પાણી ભરાઈ ગયા છે.નદી કિનારે રહેનારા ગામડાઓ હાલમાં પાણીને કારણે તહેસનહેસ થઈ ગયા છે.અને જાણે ‘બેટ’ બની ગયા છે એવી વેદના વ્યક્ત કરી હતી.
અંકલેશ્વરમાં બારડોલી ફાયર બ્રિગેડની છે ટીમ આવીને પહેલા તો ૧૦થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.જો કે આ વિસ્તારોમાં પાણી એટલી હદે આવેલું કે બોટ લઇને કામે વળગવું પડતું હતું.મોડી રાતે પાણી અચાનક આવતા વાહનો અને ઘણાં એક માળ ઘરો ડુબી જતાં ભારે નુકસાનની ભિતી સેવાઇ રહી છે.
ભરૂચ – અંક્લેશ્વર વચ્ચે સિલ્વર બ્રિજ પર પાણી આવતા ટ્રેન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલ્વેનો મુંબઈ – અમદાવાદ વચ્ચે રેલ વ્યવહાર અપ – ડાઉન ટ્રેક પર અનિશ્ચિત સમય સુધી બંધ કરાયો છે. ટ્રેનની આવન જાવન બ્રેક મારવી પડી હતી.
ભરૂચના શુકલતીર્થ નજીક કડોદ ગામમાં અનેક પરિવારો પુરમાં ફસાયા
ભરૂચ ના શુકલતીર્થ નજીક કડોદ ગામમાં પુરના પાણી ફરી વળ્યા છે. બે દિવસથી આખા ગામમાં પાણી ભરાયા છે. રિવારો ગામના ઊંચા ઘરોમાં ધાબા પર રહેવા મજબુર બન્યા છે. બે દિવસથી કોઈ મદદ પહોંચી નથી. અંદાજે 50 લોકો ફસાયા છે. પરિવાર ના નાના નાનાં બાળકો પણ હોવાની માહિતી મળી છે. બે દિવસ બાદ તમામને રેસ્ક્યુ કરાયા હોવાની વાત છે.
અસરગ્રસ્ત બીનાબેન જયંતીભાઈ વસાવાએ જણાવ્યું હતું કે તેઓ ગામના નિશાળ ફળિયામાં રહે છે. બે દિવસથી પુરના પાણીમાં ફસાયા છે. આ ફળિયામાં 25-30 મકાન છે. લગભગ બાળકો, મહિલાઓ અને પુરુષો મળી 50 જેટલા લોકો પુરના પાણીમાં ફસાયા છે આખા ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કોઈ મદદ મળી રહી નથી. બોટ આવે છે પણ ગામલોકો નિશાળ ફળિયા સુધી આવવા જ નથી દેતા, ફોન પણ બંધ થઈ રહ્યા છે. ધાબા પર રહેવા મજબુર બન્યા છે. બસ મદદ અને ભોજન મળે તો જીવાય નહિતર પુરના પાણીમાં નહિ ભૂખથી જ મરી જઈશું.