અમદાવાદ: સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યકત કરાઈ છે. બીજી તરફ મૉન્સુન સિસ્ટમ રાજસ્થાનના જેસલમેર, કોટાથી થઈને મધ્ય પ્રદેશ પરથી બંગાળની ખાડી સુધી જામી છે. જેના કારણે ગુજરાત (Gujarat) પર હજી 3 દિવસ ભારે વરસાદનો ખતરો છે. ત્યારે શનિવારે ધણાં શહેરો જળમગ્ન થયાં છે તો ક્યાંક પૂરની સ્થિત સર્જીઈ હતી.
જૂનાગઢમાં કાળવા નદી બે કાંઠે વહેતી થઇ
બીજી તરફ મેઘાની ઘમાકેદાર બેટિંગથી 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિત સર્જાઈ છે. ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે. કાળવા નદી બે કાંઠે વહેતી થઇ છે. જ્યારે શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવી સ્થિતી સર્જાઈ છે. શહેરમાં પાણી ફરી વળતાં અનેક કારો રમકડાની જેમ તણાઇ ગઇ હતી. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પણ અને ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને અગવવડ પડી રહી છે.
જૂનાગઢમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. છેલ્લા ચાર કલાક થી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ વરસાદ પડતા પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યું છે. સ્થિતી વણસી થતાં કલેક્ટર ,એસપી ,મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ રાહત કાર્ય માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. જૂનાગઢમાં ચાર વાગ્યા સુધીમાં આશરે આઠ ઇંચ વરસાદ પડ્યો હતો આ ઉપરાંત હાલ પણ વરસાદનું જોર યથાવત હોય લોકોને ઘરમાં રહેવા સૂચના આપવામાં આવી છે તેમજ નીચાણવાળામાં રહેનાર તમામને સલામત સ્થળે ખસી જવા કહેવામાં આવ્યું છે.
નવસારીમાં પણ આભ ફાટયું હતું. 4 કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર જિલ્લામાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદ થોભવાનું નામ ન લેતા લોકોએ પણ ઘણી હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે આજે ભાવનગર, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
વડોદરામાં મેધમહેરથી સમગ્ર શહેર જળમગ્ન બની ગયું
હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરા શહેરમાં મેઘાએ ધબધબાટી બોલાવી હતી. ચાર કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળમગ્ન બની ગયું હતું. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અનેક મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. જ્યારે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. રાત્રે 2થી વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં પાદરા તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.