National

ભારે હિમવર્ષાના કારણે ખડગે સહિત અન્ય સાંસદોની ફ્લાઇટ લેટ

નવી દિલ્હી: આજથી સંસદનું બજેટ સત્ર (Budget session ) શરૂ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં પ્રથમ વખત સંબોધન કરશે. તે જ સમયે, રાષ્ટ્રપતિના સંબોધન પછી, એક આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે, જ્યાં દેશની આર્થિક સ્થિતિ જાણવા મળશે. પરંતુ કોંગ્રેના દિગજ્જ નેતાઓ રાષ્ટ્રપતિના સંબોધનમાં હાજરી આપી શકશે નહીં, કારણે શ્રીનગરમાં ભારે હિમવર્ષાના કારણે તમામ ફ્લાઇટ મોડી કરી દેવામાં આવી છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક નેતાઓ શ્રીનગરમાં ફસાયા છે.

રાષ્ટ્રપતિ મુર્મુના સંબોધન સમયે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત પાર્ટીના ઘણા નેતાઓ હાજર રહેશે નહીં. કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે શ્રીનગર એરપોર્ટથી ફ્લાઇટ મોડી પડી છે. આ કારણે રાષ્ટ્રપતિના સંબોધન દરમિયાન મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના તમામ સાંસદો હાજર રહેશે નહીં. આ નેતાઓ ભારત જોડો યાત્રાના સમાપન કાર્યક્રમમાં ભાગ લેવા માટે શ્રીનગર પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે સોમવારે ભારત જોડો યાત્રાના સમાપન કાર્યક્રમો માટે કેટલાક કોંગ્રેસી નેતાઓ અને સાંસદો શ્રીનગરમાં છે. જણાવી દઈએ કે બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ સંસદના સેન્ટ્રલ હોલમાં બંને ગૃહોના સભ્યોને સંબોધિત કરે છે.

તમને જણાવી દઈએ કે બે દિવસથી ભારે હિમવર્ષાના કારણે ફ્લાઇટ તેમજ વાહન વ્યવહાર પર રોક લગાવવામાં આવી છે. ગત રોજ પણ ભારે હિમવર્ષાના કારણે ઘણી ફ્લાઇટ લેટ પડી હતી. જેના કારણે યાત્રીઓ અટવાયા હતા. ત્યારે આજે પણ ભારે હિમવર્ષાના કારણે ફ્લાઇટ મોડી પડી હતી.

મંગળવારે એક ટ્વીટમાં જયરામ રમેશે કહ્યું, “ખરાબ હવામાનને કારણે શ્રીનગર એરપોર્ટથી ફ્લાઈટ્સમાં વિલંબ થવાને કારણે, રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગે જી અને અન્ય ઘણા કોંગ્રેસી સાંસદો રાષ્ટ્રપતિના બંને ગૃહોના સંબોધનમાં હાજર રહી શકશે નહીં. તમને જણાવી દઈએ કે અન્ય કોંગ્રેસ નેતાઓ આજે સવારે 11 વાગ્યે સાંસદ હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના નેતૃત્વ શરૂ કરાયેલી ભારત જોડો યાત્રાનો સોમવારે શ્રીનગરમાં સમાપન કરવામાં આવ્યું હતું. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની લગભગ 4,000 કિમીની તેમની મહત્વાકાંક્ષી 145 દિવસની યાત્રા પૂર્ણ કરવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે અનેક પક્ષોના નેતાઓ જોડાયા બાદ સોમવારે ભારત જોડો યાત્રાનો અંત આવ્યો હતો.

Most Popular

To Top