Charchapatra

 ‘સ્પા’ની આડમાં ચાલતો દેહ-વેપાર?

આજકાલ શરીરને મસાજ કરી આપવા માટે ‘સ્પા’નો ધંધો ધમધોકાર ચાલે છે. શરીરને મસાજ કરાવવાથી શરીર હલકું, સ્ફૂર્તિમય, તાજગીભર્યું બની જાય છે. જે આરોગ્ય માટે સારી વાત છે. પરંતુ હવે તો ઘણાં સ્પાની આડમાં દેહ-વેપારનો ધંધો ચાલી રહ્યો છે. મુંબઇ, થાઇલેન્ડ, પ.બંગાળથી રૂપાળી યુવતિ-લલનાઓને બોલાવીને સ્પામાં આવતા ગ્રાહકોને મસાજ કરીને અંગોની છેડછાડ કરીને દેહવિક્રય કરીને તગડા પૈસા લેવાતા હોય છે.

આ ગેરકાયદે ધંધા પર પોલીસ દરોડા પાડીને દેહ વેપાર કરતી લલના, ગ્રાહકોને પકડવામાં આવે છે. સુરતમાં વર્ષો પહેલાં મુગલીસરાના વરિયાળી બજારમાં વેશ્યા બજાર ચાલતું હતું. ઘરોની બહાર લલનાઓ સજી-ધજીને બેસતી અને માર્ગ પરથી પસાર થનારાઓને ચેનચાળા કરતી હતી. જો કે આ વિસ્તારમાંથી પસાર થતાં સારા-ઘરનાં લોકો શરમ અનુભવતાં હતાં. આથી તે સમયના પો.કમિશ્નર વી.કે. ગુપ્તાએ વેશ્યા બજાર બંધ કરાવી દીધું હતું. હવે બેકાર બનેલી લલનાઓ ઘણાં ગેસ્ટ-હાઉસોમાં જઇને દેહનો વેપાર કરે છે.

સુરતમાં પરપ્રાંતિય કારીગરો ધંધા માટે પોતાનું વતન-પરિવાર છોડીને આવે છે. જે સેકસવૃત્તિ સંતોષવા માટે વેશ્યાબજારમાં જતા હતા. પરંતુ હવે દિનપ્રતિદિન જે માસૂમ બાળાઓ પર બળાત્કારના બનાવ બને છે તેમાં બિનગુજરાતી પકડાય છે. આથી બળાત્કારના બનાવો અટકાવવા માટે સુરતમાં બંધ પડેલું વેશ્યાબજાર ફરી શરૂ કરવું જોઇએ. કેમ કે પરપ્રાંતિયો વેશ્યાબજારમાં જઇ વાસના-હવસ સંતોષી શકે. આ નગ્ન સત્ય વાત છે.
તરસાડા  – પ્રવીણસિંહ મહિડા           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના

Most Popular

To Top