સુરત: ઇચ્છલથી (Ichhal) એક ચોંકાવરી ઘટના સામે આવી છે. એક સિંગદાણાના (Peanut) કારણે બાળનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો. માવચી પરિવારનો પાંચ વર્ષિય દિકરો બુધવારે રમતમાં સિંગદાણો ગળી જતાં તેને હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઓપરેશન (Operation) બાદ બાળકનો જીવ બચાવી લેવાયો હતો. હાલ બાળકને સિવિલના તબીબોના ઓબ્ઝર્વેશન હેઠળ રખાયો છે. તેમજ બાળકની પરિસ્થિતિ સામાન્ય હોવાની જાણકારી મળી છે.
ઇચ્છલમાં પાંચ વર્ષનું બાળક સિંગદાણો ગળી જતાં શ્વાન નળીમાં ફસાઇ ગયો હતો. બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતાં પરિવાર દોડતો થઈ ગયો હતો. બાળકને શ્વાસ લેવામાં તખલીફ જણાતા પરિવારના લોકો બાળકને સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જણાવ્યું હતું કે ઘટના ગંભીર હતી. સમય સર બાળકને હોસ્પિટલ લઈ આવતા ઓપરેશન કરી સીંગદાણો બહાર કાઢી બાળકને બચાવી લેવામાં આવ્યો છે. જો હોસ્પિટલ પહોચવામાં થોડુ પણ મોડુ થયુ હોત તો બાળકનો જીવ પણ જવાની સંભાવના હતી.
બાળકના પિતા અશ્વિન લાલસિંહ માવચીએ જણાવ્યું હતું કે તેઓ ઉચ્છલના રહેવાસી છે. તેઓના પરિવારમાં માતા-પિતા, પત્ની, બે દીકરા અને એક દીકરી છે. અશ્વિનભાઇ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. બુધવારના રોજ તેમનો 5 વર્ષીય પુત્ર આરૂષ ઘરની બહાર રમતા રમતા સીંગદાણા ખાઈ રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી.
વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પત્નીએ બહાર આવી જોયું તો પુત્રને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જેથી સિંગનો દાણો ગળામાં અટકી ગયો હોવાની શંકા થતા પરિવારજનો 108માં પુત્રને લઈને સોનગઢ CHC હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી વ્યારાની હોસ્પિટલ ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ રીફર કરાયા હતા. સિવિલમાં તપાસ કરતા શ્વાસ નળીમાં સિંગદાણો ફસાયો હોવાનું સામે આવ્યું હતું.
વધુમાં પરિવારે જણાવ્યું હતું કે, આરૂષને સિવિલ હોસ્પિટલ લવાતા ICUમાં દાખલ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રે અંદાજે એક કલાકના ઓપરેશન બાદ સીંગદાણાને શ્વાસ નળીમાંથી બહાર કાઢવામાં તબીબોને સફળતા મળી હતી. હાલ બાળકની સ્થિતિ સામાન્ય છે. કોઈ તકલીફ ન હોવાનું તબીબોએ જણવ્યુ હતું. હાલ બાળકને સિવિલના તબિબોએ ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યો છે. તેમજ બાળકની સ્થિતી સામાન્ય થતાં પરિવારના જીવમાં જીવ આવ્યો છે.