Madhya Gujarat

ફતેપુરામાં જાહેરમાં જુગાર રમતાં પાંચને ઝડપી પાડ્યા

ફતેપુરા: ફતેપુરા પોલીસને ઉચ્ચ અધિકારીઓ દ્વારા દારૂ-જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવાની સૂચના આધારિત ફતેપુરા પી.એસ.આઇ બરંડા અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પી.એસ.આઈ ને ખાનગી રાહે બાતમી મળેલ કે કરોડીયા પૂર્વ ગામે લાઈટના અજવાળે ઘરના પાછળ ખુલ્લામાં જુગાર રમાઇ રહેલ છે જે આધારે કરોળિયા પૂર્વગામે પહોંચી તપાસ કરતા સદર પાંચ ઈસમો પકડાઈ આવેલ છે તેમાં 1.નરસિંહ રામચંદ્ર ડીંડોર 2.પ્રકાશ લવજી તાવીયડ 3. જગદીશ વકજી ડીડોર 4. દશરથ રામચંદ્ર ડીડોર 5. ભમરસિંહ રામચંદ્ર ડીડોર આ પાંચ ઈસમો જુગાર રમતા ઝડપાઇ ગયેલ છે જેઓની અંગજડતી અને પત્તા ના હાથ પાર પાડેલ ચલણી નોટો મળી રૂપિયા 15390 અને મોબાઈલ નંગ 5 કિંમત 7000 મળી કુલ રૂપિયા 22390 અને જુગારના સાધનો સહિત પકડી પાડેલ છે  જેઓને જેલના સળિયા પાછળ ધકેલી દીઘેલ છે ફતેપુરા પોલીસે ને ગણના પાત્ર  ગુન્હો શોધવામાં સફળતા મળી છે.

Most Popular

To Top