Vadodara

રાત્રીબજારમાંથી પાંચ વાહનો ડીટેઈન કરાયા

વડોદરા : થોડા સમય અગાઉ કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રી બજાર ખાતે કેટલાક અસામાજીક તત્વો દ્વારા મારામારી કરી શાંતી ભંગ કરી હોવાનો બનાવ બન્યો હતો. જોકે જે તે સમયે પોલીસ દ્વારા તેઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે તે બાદ પણ રાત્રી બજાર ખાતે કેટલાય અસામાજીક તત્વો તેઓનો અડ્ડો જમાવી અસામાજીક પ્રવૃતીને અંજામ આપતા હોવાની ચર્ચાઓએ હરણી પોલીસ દ્વારા રાત્રી બજાર ખાતે પેટ્રોલીંગ કરી 5 વાહનો ડિટેઈન કરાયા હતા. સાથે જ રાત્રીબજારમાં શાંતીનો માહોલ બનાવી રાખવા અસામાજીક તત્વોને દુર કરી કાર્યવાહી હાથ ધરી હતી.

કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રીબજાર ખાતે કેટલાક અસામાજીક તત્વો તોળા વળી અડ્ડો જમાવી બેસ્યા રહે છે તેવી ચર્ચાઓ લોક મુખે ઉઠી હતી. આ લોકોમાં ઘણા ઘરફોડ ચોરી, મોબાઈલ ચોરી સાથે જ વાહન ચોરીમાં પણ સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યુ હતું. ત્યારે અગાઉ બનેલી ઘટનાથી રાત્રી બજારમાં આવતા જતા પરિવારોમાં ડર વ્યાપી ગયો હતો.
જોકે રાત્રીબજારમાં આવતા લોકોને વિશ્વાસ અપાવવા અને અસામાજીક તત્વોને ત્યાંથી દુર કરવા હરણી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.આર.વેકરીયા સહિતના સ્ટાફે રાત્રીબજાર ખાતે સતત પેટ્રોલીંગ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આથી રાત્રી બજારના વેપારીઓ સહિત ત્યાં આવતા પરિવારો વગેરેને શાંતી મળી હોવાનું ચર્ચાયુ હતું. સાથે રાત્રીબજારમાં આવતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો હતો. ત્યારે બીજી બાજુ પોલીસ દ્વારા નિયમભંગ કરનારા પાંચ લોકોની ગાડીઓ ડીટેઈન કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે હરણી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.આર.વેકરીયાએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા આગામી સમયમાં પણ પેટ્રોલીંગ સહિતની કામગીરી કરવામાં આવશે, સાથે જ અસામાજીક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે.

Most Popular

To Top