Top News

ગુરુગ્રામમાં ગાયક રાહુલ ફાજિલપુરિયા પર હુમલો કરનારા પાંચ શાર્પ શૂટર ઝડપાયા

બોલિવૂડ ગાયક રાહુલ ફાજિલપુરિયા પર હુમલો કરવાના કાવતરાને ગુરુગ્રામ પોલીસ અને STFએ નિષ્ફળ બનાવ્યો છે. પટૌડી રોડ પર બુધવારે થયેલા એન્કાઉન્ટરમાં પાંચ શૂટરો ઝડપાયા, જેમાંથી ચારને પગમાં ગોળી વાગી હતી.

STF મુજબ આ બધા શૂટરો ખતરનાક ગેંગસ્ટર રોહિત સરધાનિયા અને દીપક નંદલ માટે કામ કરતા હતા. તેઓ ફાજિલપુરિયાના ફાઇનાન્સર રોહિત શૌકીનની હત્યામાં પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઓપરેશન STF અને ગુરુગ્રામ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહીથી સફળ થયું.

એન્કાઉન્ટર દરમિયાન ગોળીબાર
ગુરુગ્રામના પટૌડી રોડ પરના વઝીરપુર વિસ્તારમાં STFએ એક નંબર વગરની ઈનોવા કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. કારમાં બેઠેલા સશસ્ત્ર ગુનેગારોએ પોલીસ ટીમ પર તાબડતોબ ગોળીબાર શરૂ કરી દીધો હતો. બાદમાં થયેલા ગોળીબારમાં પોલીસએ જવાબી કાર્યવાહી કરી જેના કારણે ચાર ગુનેગારોને પગમાં ગોળી વાગી હતી. તમામને સારવાર માટે ગુરુગ્રામની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગુનેગારોની ઓળખ
STFએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા તમામ ગુનેગારો કિખ્યાત ગેંગસ્ટર રોહિત સરધાનિયા અને દીપક નંદલના શૂટર છે. તેમની ઓળખ આ રીતે થઈ છે:

  • વિનોદ પહેલવાન (ઝજ્જર)
  • પદમ ઉર્ફે રાજા (સોનીપત)
  • શુભમ ઉર્ફે કાલા
  • ગૌતમ ઉર્ફે ગોગી
  • આશિષ ઉર્ફે આશુ

આ ઉપરાંત પોલીસે વધુમાં જણાવાયું હતું કે આ તમામ પર અગાઉથી ગંભીર ગુનાહિત કિસ્સાઓ ચાલી રહ્યા છે અને તેઓ સુઘડ રીતે સંગઠિત ગેંગનો ભાગ છે.

પોલીસને મોટી સફળતા મળી
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ શૂટરો બોલિવૂડ ગાયક રાહુલ ફાજિલપુરિયા પર ફરીથી હુમલો કરવાની તૈયારીમાં હતા. પરંતુ STF અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહીથી સમયસર કાવતરું નિષ્ફળ થયું. આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે અને ગુનેગારોને કાયદાના જાળમાં લાવાયા છે.

Most Popular

To Top