વડોદરા: (Vadodara) આજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસેથી લિસ્ટેડ બુટલેગર લાલુ સિંધીના દ્વારા મંગાવાયેલા વિદેશી દારૂનું (Alcohol) કટિંગ ચાલતુ હતી. તે વેળા જ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ પરથી 78 લાખનો વિદેશી દારૂ સાથે પાંંચ શખ્સો ઝડપાયા હતાં. વિદેશી દારૂનો જથ્થો, 8 મોબાઇલ 40 હજાર, 13 વાહનો 46.05 લાખ મળી 1.24 કરોડનો મુદ્દામાલ કબજે કરી બાપોદ પોલીસને (Police) સુપ્રત કરાયો છે.
વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં પણ લાલુ સિંધુ દ્વારા દારૂ સપ્લાય કરાય છે. ત્યારે ફરી શહેરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો પરંતુ લિસ્ટેડ બુટલેગર ફરાર થઇ ગયો હતો. આજવા રોડ પર આવેલા સરદાર એસ્ટેટના શ્રીહરી એસ્ટેટ પાસે રોડ નંબર 4 પર ગુરુવારે વહેલી સવારે વિદેશી દારૂ આવવાનો છે અને કટિંગ થવાનું છે તેવી બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. જેના આધારે પીએસઆઇ સી એચ પનારાએ પોતાની ટીમ સાથે સરદાર એસ્ટેટ પાસે ટ્રકમાંથી ચાલતા કટિંગ પર રેડ કરી હતી. જેમાં એસએમસીની ટીમે ટ્રકમાં દારૂ ઉતારા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી 38 હજાર બોટલ મળી 78 લાખનો વિદેશી દારૂ ટ્રકમાંથી મળી આવ્યો હતો. એસએમસી દ્વારા વિદેશી દારૂનો જથ્થો, 8 મોબાઇલ 40 હજાર, 13 વાહનો 46.05 લાખ મળી 1.24 કરોડનો મુદ્દામાલ કબજે કરીને પાંચ શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે બાપોદ પોલીસને સુપ્રત કરાયો છે.બોક્સ- બુટલગરને શંકા ન જાય માટે એસએમસીની ટીમે એમ્બ્યુલન્સમાં રેડ કરી
સ્ટેટ મોનિટરિગ સેલના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સમગ્ર ગુજરાતમાં દારૂનું નેટવર્ક ચલાવનાર લાલુ સિંધીએ મંગાવેલો મોટી માત્રામા વિદેશી દારૂ વડોદરાના સરદાર એસ્ટેટ પાસે આવવાનો છે. જેથી એસએમસીની ટીમે કોઇને બાતમી ન મળી જાય માટે એમ્બ્યુલન્સ વાનમાં આવી હતી, કટિંગ કરતી વેળા એમ્બ્યુલન્સ આવતા કોઇને શક ગયો ન હતો. જેથી એકાએક ટામે નીકળી સ્થળ પરથી પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા.બોક્સ- વડોદરામાં દારૂ સપ્લાય કરવામાં બિશ્નોઇ તથા લાલુ સિંંધીન ગેંગ સક્રિય
વડોદરા શહેરમાં મોટી માત્રામાં દારૂ સપ્લાય કરવા માટે રાજસ્થાનની બિશ્નોઇ તથા લાલુ સિધીની ગેંગ પોતાનુ નેટવર્ક ચલાવી રહી છે. જેમાં કાતો શહેરમાંજ્યારે પણ મોટી માત્રામાં દારૂ પકડાયા ત્યારે કાતો બિશ્નોઇન ગેંગનો હોય કે પછી લાલુ સિંધીનો હોય છે. જેમાં બંને ગેંગ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.