SURAT

સુરતમાં પાંચ હોટલોને સીલ કરાઈ, આ છે સમગ્ર મામલો

સુરત: સુરત શહેરમાં પાંચ હોટલોને સીલ મારી દેવાયા છે. આ હોટલોમાં નિયમ અનુસાર ફાયર સેફ્ટીના સાધનો નહોતા. નોટીસ અપાયા બાદ પણ હોટલ સંચાલકો દ્વારા ફાયર સેફ્ટીના સાધનો મુકવામાં નહીં આવતા આખરે આજે સુરત મહાનગરપાલિકા હેઠળના ફાયર વિભાગે હોટલોને સીલ મારી દીધું હતું.

સુરત ફાયર અને ઈમરજન્સી ડિપાર્ટમેન્ટ દ્વારા સુરત શહેરની હોટલોમાં અગાઉ સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં અપૂરતી ફાયર સેફ્ટી સિસ્ટમ નજરે પડી હતી. કેટલીક હોટલોમાં પુરતા સેફ્ટીના સાધનો ઉપલ્બ્ધ નહોતા, જેથી ફાયર વિભાગે ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરાવી લેવા હોટલ સંચાલકોને નોટીસ આપી હતી.

આમ છતાં હોટલોના સંચાલકો, વહીવટકર્તાઓ દ્વારા હોટલોમાં ફાયરની સુવિધા અંગે કોઈ કામગીરી કરવામાં આવી નહોતી. જૈસે થે પરિસ્થિતિ રાખવામાં આવી હતી, જેથી ફાયર વિભાગે શહેરની પાંચ હોટલોને સીલ મારી દીધા છે.

ફાયર વિભાગે આ હોટલોને સીલ માર્યા

  • માય પી.જી. ગેસ્ટ હાઉસ, ગુલામબાબા મીલ કમ્પાઉન્ડ, રેલવે સ્ટેશનની સામે (10 રૂમ સીલ)
  • હોટલ ડાયમંડ પ્લાઝા, કિંગ હેરીટેજ હોટલની બાજુમાં, દિલ્હીગેટ સુરત (6 રૂમ સીલ)
  • હોટલ ગ્રાન્ડ વ્યુ, પાલનપુર કેનાલ રોડ સામે, કટારીયા વર્કશોપની સામે ઈન્ફિનિટી બિલ્ડિંગના ચોથા માળે (4 રૂમ સીલ)
  • હોટલ બ્લુ બેરી રૂમ, રોયલ ટાઈટેનિયમ, પાલનપુર કેનાલ રોડ, સુરત
  • હોટલ સ્કાય પેલેસ, રોયલ ટાઈટેનિયમ પાલન પુર કેનાલ રોડ, સુરત (6 રૂમ સીલ)

Most Popular

To Top