Gujarat

930 કરોડના સાયબર ફ્રોડમાં પાંચની ધરપકડ

ગાંધીનગર : દેશભરમાં જુદી જુદી બેંકોમાં 80થી વધુ ખાતા ખોલાવીને જુદી જુદી મોડેસ ઓપરેન્ડીથી 28 જેટલા રાજ્યોમાં 1534 ગુનાઓના 930 કરોડથી વધુના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલી ગેંગના પાંચ આરોપીઓની સ્ટેટ સીઆઈડી ક્રાઇમએ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સ્ટેટ સીઆઈડી ક્રાઈમના પોલીસ મહાનિરીક્ષક ક્રાઈમ-2 પરીક્ષિતા રાઠોડની સીધી સૂચનાથી પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ. ચૌધરીની ટીમે સુરત ખાતે દરોડો પાડીને આરોપી અબ્દુલ હફિઝ પાનવાલા (રહે, વેરાવળ) મુસ્તાક અબ્દુલ ખાલીદ ખાણાની (રહે, વેરાવળ), સબીર મોહંમદ હનીફ ભડેલા (રહે. થાણે મુંબઈ)અને ગગજી મનજીભાઈ રાજપૂત (રહે. અમદાવાદ)ની ધરપકડ કરી હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરતા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી અન્ય વ્યક્તિઓને લોભ લાલચ આપી છેતરપિંડી કરવાના ઈરાદે બેંકોમાં ખાતા ખોલાવી સાયબર ફ્રોડના રૂપિયા મેળવી તે રૂપિયાને દુબઈ ખાતે વીડ્રો કરીને તે સાયબર માફિયા સુધી પહોંચાડવામાં મદદગારી કરી હતી.

આ ગેંગ દ્વારા અત્યારે સુધીમાં કુલ જુદી જુદી બેંકોમાં 80 એકાઉન્ટ ખોલાવીને 28 રાજ્યોમાં કુલ 1534 ગુનાઓના રૂપિયા 930 કરોડથી વધારાના સાઇબર ક્રાઈમના ગુના આચારવામાં આવ્યા હતા.

Most Popular

To Top