ગાંધીનગર: ગુજરાત (Gujarat) સહિત ભારતના (India) 654 જેટલા માછીમારોને (fishermen) વહેલી તકે મુકત્ત કરાવવાના પ્રયાસો ચાલી રહયા છે. નેશનલ ફિસ વર્કસ ફોરમ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસો મુજબ , હવે નજીકના સમયમાં ભારતીય પીએમ નરેન્દ્ર મોદીને પણ રજુઆત કરવામાં આવનાર છે. ખાસ કરીને ભારતના ૬૫૪ માછીમારો અત્યારે પાકિસ્તાનની જેલમાં છે અને તેમાંથી ૬૩૧ માછીમારોની સજા પૂરી થઈ ગઈ છે. તેમજ તેમની રાષ્ટ્રીયતા પણ નક્કી થઈ ગઈ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૦૦૮માં થયેલ એગ્રીમેન્ટ ઓન કોન્સુલર એક્સેસની કલમ – ૫ પ્રમાણે સજા પૂરી થાય અને રાષ્ટ્રીયતા નક્કી થયાના એક મહિનાની અંદર કેદીને છોડવાની જોગવાઈ છે. આ ૬૩૧ માછીમારોની સજા પૂરી અને રાષ્ટ્રીયતા નક્કી પણ ઘણાં સમય પહેલા નક્કી થઈ ગઈ છે. આવનાર રમજાન ઈદને ધ્યાને લઈને તેમને તત્કાળ મુક્ત કરવાની વિનંતી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફને કરવામાં આવી છે. પાકિસ્તાનના ૮૩ માછીમારો ભારતની જેલમાં છે. તેમના જેમની સજા પૂરી થઈ હોય અને રાષ્ટ્રીયતા નક્કી થઇ હોય તેમને મુક્ત કરવાની વિનંતી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કરવામાં આવી છે.