સાત અક્ષરોમાં સમાયેલ આ ચર્ચાપત્ર વિશ્વની સમગ્ર માનવ જાતને પ્રેમના બંધને બાંધવા સક્ષમ છે. એ જ પ્રમાણે તારું અને મારું આ બે શબ્દો પણ શાંતિ અને અહિંસા સ્થાપવા સક્ષમ છે. માભારતકાળના દુર્યોધન મારું એ મારું જ છે અને તારું એ પણ મારું જ છે. પાંડવોને કહયે રાખ્યું. પરિણામે કુરુક્ષેત્રની પાવન ધરતી રકતથી રંગાઇ ગઇ હતી.
રામાયાણકાળના ભરતે રામને કહયું હતું મોટાભાઇ તારું એ તારું જ છે અને મારું એ પણ તારું જ છે. વિશ્વમાં ભરત જેવો ભાઇ ભાગ્યશાળીને જ મળતો હોય છે! જયારે દુર્યોધન તો ચોરે ને ચૌટે ભટકાયા કરે છે. તારું અને મારું પછી બીજા બે એકાક્ષરી શબ્દો છે. એમાં પ્રથમ તું અને પછી હું. જો કોિપણ સ્થળે અને કોઇ પણ સમયે વાપરવામાં આવે તો સમગ્ર વિશ્વ મારકણાં હથિયારોની કદી પણ જરૂર પડી નહિ! મારું અને પહેલાં હું શબ્દો આજે વિશ્વની શાંતિને કચડી રહયા છે.
દુર્યોધન જેવા વેરના વાવેતર કરી ગયા. જયારે ભરત જેવા ભાતૃભાવના ના બાગો બનાવી ગયા. આપણી ભારતીય સંસ્કૃતિએ હું અને તુંનું સુંદર ઉદાહરણ આપેલ છે. રાજા ભોજઅ ને કાલિદાસ એક દિવસ વનમાં વિચરી રહયા હતા. એક વૃક્ષ નીચે સારસ બેલડી મૃતાવસ્થામાં બંનેએ જોઇ. ભોજે કાલિદાસને પૂછયું કાલિદાસ આ વૃક્ષ નીચે ખાડામાં પાણી છે.
છતાં આ બંને મૃત્યુ કેમ પામ્યા હશે? કાલિદાસે જવાબ આપતા કહયું મારાજ આ ખાડામાં ફકત એક જ જણની તરસ છીપે એટલુંપાણી છે. બંને તરસ્યા થયા હશે, પરંતુ બંને વાદે ચડયા હશે પહેલા તું પાણી પી પછી હું પીશ અને આ પ્રેમભર્યો વાદ જ બંનેને મૃત્યુશૈયા સુધી ખેંચી ગયો હશે. પહેલા તું અને પછી હું મા જ ખરું સુખ સમાયેલ છે.
વડસાંગળ – ડાહ્યાભાઇ એલ. પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.