Entertainment

HBOની નવી ‘હેરી પોટર’ સીરિઝનો ફર્સ્ટ લુક આવ્યો સામે, રિલીઝ ડેટ જાહેર

પ્રખ્યાત વેબ સિરીઝ હેરી પોટર પર આધારિત HBO ની નવી ટીવી સિરીઝનું ટ્રેલર બુધવારે મોડી રાત્રે રિલીઝ થયું હતું. , જેને જોયા બાદ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લેખક જે. કે. રોલિંગની લોકપ્રિય નવલકથાઓ પર આધારિત આ સિરીઝ પાછલી ફિલ્મોથી સંપૂર્ણપણે અલગ છે. ટ્રેલરની સાથે, નિર્માતાઓએ સિરીઝની રિલીઝ તારીખ પણ જાહેર કરી છે, જે ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપે છે. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે આ પ્રોજેક્ટ 2027માં આવશે, પરંતુ હવે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સિરીઝ ફક્ત 2026માં ક્રિસમસ દરમિયાન રિલીઝ કરાશે. વધુમાં, સિરીઝનું સત્તાવાર નામ પણ જાહેર કરવામાં આવ્યું છે, જે ફક્ત ‘હેરી પોટર’ નહીં પરંતુ હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર્સ સ્ટોન હશે.

ટ્રેલરમાં યુવાન હેરી પોટર સાથે તેના મિત્રો હર્મિઓન ગ્રેન્જર અને રોન વેસ્લી હોગવર્ટ્સના પ્રથમ વર્ષમાં દેખાય છે. ખાસ વાત એ છે કે, નિર્માતાઓએ ફિલ્મોના દ્રશ્યોની સીધી નકલ કરવાને બદલે વાર્તાને વધુ વિસ્તૃત અને પુસ્તકને નજીક રાખીને રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. ટ્રેલરમાં કેટલાક એવા દ્રશ્યો પણ જોવા મળે છે, જે અગાઉની ફિલ્મોમાં નહોતા, પરંતુ પુસ્તકોમાં ઉલ્લેખિત છે. ઉદાહરણ તરીકે, હેરીની કાકી પેટુનિયા ડર્સલી દ્વારા તેના વાળ કાપવાની ઘટના પણ દર્શાવવામાં આવી છે. આથી સ્પષ્ટ થાય છે કે નવી સિરીઝમાં કથાને વધુ ઊંડાણપૂર્વક અને વિગતવાર રજૂ કરવામાં આવશે. આ સિરીઝના પ્રથમ સિઝનમાં પુસ્તકના પ્રથમ ભાગને આવરી લેવામાં આવશે એવી શક્યતા છે, અને ફિલ્મોની જેમ જ તેને અનેક ભાગોમાં રજૂ કરવામાં આવશે. કુલ મળીને, HBOની આ નવી રજૂઆત હેરી પોટરના ચાહકો માટે એક નવી અને તાજગીભર્યો અનુભવ બની શકે છે.

Most Popular

To Top