ગુજરાત ભાજપના મુખ્યમંત્રીઓમાં નરેન્દ્ર મોદી સિવાય લગભગ ત્રણેક મુખ્યમંત્રીઓ પોતાના કાર્યકાળમાં રાજીનામા ધરી દીધા છે.
2001માં કચ્છના વિનાશક ભૂકંપ બાદ વહિવટી નબળાઈના કાણોસર કેશુબાપાને રાજીનામુ આપી દેવું પડંયુ હતું.જેના પગલે પહેલી વખત સંઘના પ્રચારક એવા નરેન્દ્ર મોદી 2002માં ગુજરાતના સીએમ બન્યા હતા.
નરેન્દ્ર મોદી 2014માં પીએમ બન્યા ત્યારે મોદી રાજીનામુ આપીને દિલ્હી ગયા હતા, તે પછી તેમના અનુગામી તરીકે આનંદીબેન પટેલને સીએમ બનાવાયા હતાં. જો કે થોડા સમય બાદ આનંદીબેન પટેલની સરકાર વખતે હાર્દિક પટેલ દ્વારા પાટીદાર અનામત આંદોલન શરૂ થયું, છેવટે આ આંદોલનને બેનની ખુરશીનો ભોગ લેવા માટે મહત્વનું કારણ હતું.
આ ઉપરાંત પાર્ટી નેતાગીરીએ 75 વર્ષથી વધુ ઉમરના નેતાઓને ટિકીટ નહીં મળે તે કારણ પણ બેન માટે આગળ કરાયું હતું. ઓગસ્ટ 2016માં બેનના રાજીનામા બાદ વિજય રૂપાણી સીએમ બન્યા હતા. તેમના નેતૃ્ત્વમાં 2017માં લડાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો સાથે પાતળી બહુમતી મળી હતી. પાંચ વર્ષના શાસન બાદ હવે હાઈકમાન્ડની સૂચનાથી રૂપાણીએ પણ રાજીનામુ આપી દીધું છે. રૂપાણીએ 5 વર્ષ અને 36 દિવસ માટે શાસન કર્યુ હતું