Vadodara

ફાયરિંગ મામલો : માજી કોર્પોરેટર ફરતે કાયદાનો ગાળિયાે કસાયો

વડોદરા : બે માસ પૂર્વે પાલખી પાર્ટીપ્લોટમાં લગ્ન સમારંભમાં ખુલ્લેઆમ ફાયરિંગ કરનાર માજી કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિ વિરુદ્ધ પોલીસ તપાસનો ધમધમાટ આરંભ થયો હતો તાલુકા પોલીસે અરવિંદના કાકા અને તેના પિતરાઈ ભાઈના નિવેદન લેતાં  ફાયરિંગ પ્રકરણ ને સમર્થન આપ્યું હતુ જેમા પગલે સનસનાટી મચી ગઇ હતી. ગુજરાતના ગાંધીનગર અને દિલ્હી સુધી જેના હાથ લાંબા છે એવા અરવિંદ પ્રજાપતિ ના ફાયરિંગ પ્રકરણે રાજકીય મોરચે ભૂકંપ આવી ગયો છે. સમાજના સેવક નો નકાબ બેનકાબ થઈ ગયો હતો. વિદેશી શરાબના શોખીન અરવિંદએ લગ્ન સમારોહમાં જાનૈયાઓ ની વચ્ચે પોતાના હાથમાં પકડેલી રિવોલ્વરથી ધડાધડ ફાઈરીંગ કર્યા હતા. જેનો વીડિયો વાયરલ થતાં જ તાલુકા પોલીસ મથકે જાણવાજોગ નોંધ પાડીને પોલીસે તપાસનો દોર લંબાવ્યો હતો.આટલા ગંભીર બનાવોની તપાસ જમાદાર ને સોંપાઈ હતી.

તપાસ અધિકારીએ અરવિંદના સગા કાકા કિરીટભાઈ માંડણકા અને તેઓ ના પૂત્ર રાજના નિવેદન લીધા હતા. પોલીસની પૂછતાછમાં ફાયરિંગ પ્રકરણમાં તેઓએ સમર્થન આપતા કબૂલાત કરી હતી કે અરવિંદ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું. પિતા પુત્ર બંનેએ એક સરખા નિવેદન નોંધાવ્યા હતા.રિવોલ્વર તેઓની હતી કે કેમ,? લાયસન્સવાળી હતી? એ બધી હકીકત અંગે તેઓએ અજાણ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે વીડિયો ગ્રાફર તેમજ અન્ય પ્રત્યક્ષદર્શીઓના પણ જવાબ લેવા બોલાવ્યા છે. જ્યારે બીજી તરફ ભૂગર્ભમાં ઉતરી ગયેલ અરવિંદ પ્રજાપતિ આત્મા આવે ત્યારે અનેક સત્ય હકીકત ઉપર થી પરદા ઉઠસે. રાજકીય મોરચે તેમ જ વિરોધ પક્ષના રાજકારણીઓના મોઢેથી એવી સાંભળવા મળ્યુ છે કે રિવોલ્વરના ફાયરિંગ પ્રકરણમાંથી છૂટવા નાસતા ફરતા માજી કોર્પોરેટર અરવિંદ તેમના આકાઓ પાસે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે જોકે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસેથી એવું જાણવા મળ્યું હતું કે તમામ પુરાવાઓ મળી આવશે તો આરોપી વિરુદ્ધ ચોક્કસ ગુનો દાખલ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.

અરવિંદ મામલે શહેર અઘ્યક્ષ ફોન ઉપાડતા જ નથી
અરવિંદ નો ફાયરિંગ નો વિડીયો જોઈને અમે લાઇસન્સ માટે પૂછતાછ કરી હોવાનું જણાવતા શહેર અધ્યક્ષ વિજય શાહ આજે ફોન જ ઉઠાવતા નથી. ગઇકાલે જણાવ્યું હતું કે આ બાબતે પાર્ટી તરફથી તપાસ કરતા હોવાનું જણાવીને આજે કોપી આપવાની ખાતરી અરવિંદે આપી હતી તે બાબતે પક્ષ તરફથી શું કાર્યવાહી થઈ તે અંગે જાણવા અનેક કોલ કર્યા હતા પરંતુ એક પણ કોલનો જવાબ કે મેસેજનો પ્રત્યુતર સુદ્ધાં પાઠવ્યો ન  હતો.

Most Popular

To Top