Vadodara

ટ્રેકટર લઈ ઘરે આવતા ખેડૂત યુવાન પર અજાણ્યા ઈસમો દ્વારા ફાયરિંગ

વડોદરા : ઘોઘંબા તાલુકા ના કાલસર ગામ નજીક ખેતરમાંથી ખેડી ટ્રેકટર લઇ ઘરે આવતા યુવાનને અજાણ્યા કાર ચાલકો વચ્ચે નજીવી તકરાર થયા બાદ અજાણ્યા ઈસમોએ એકાએક યુવાન પર ફાયરિંગ કરતા ગોળી  છાતી ના ભાગે વાગતા યુવાન ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાન ને સારવાર માટે  હાલોલ ની ખાનગી હોસ્પિટલમાં લવાયો જ્યાં પ્રાથમિક સારવાર બાદ વડોદરા રીફર કરાયો છે.

ઘટના ની પ્રાથમિક વિગત મુજબ ઘોઘંબા તાલુકા ના કાલસર ગામ નો અનિલ રાઠવા પોતાના ખેતર માં ટ્રેકટર લઇ ખેડવા ગયો હતો મોડી સાંજે ટ્રેકટર લઇ ઘર તરફ આવતો હતો દરમિયાન ગામ નજીક એક કાર માં સવાર અજાણ્યા લોકો સાથે સામાન્ય તકરાર થતા કાર માં સવાર અજાણ્યા ઈસમો પેકી એક ઇસમે બંદૂક જેવા હથિયાર માંથી અનિલ રાઠવા પર  ફાયરીગ કરતા અનિલ ને છાતી ના ભાગે ગોળી વાગતા અનિલ લોહીલુહાણ થઇ હતી ત્યાંજ ફસડાઈ પડ્યો હતો ફાયરિંગ ના અવાજ થી આસપાસ ના લોકો દોડી આવ્યા હતા જ્યાં ઇજાગ્રસ્ત અનિલ ને હાલોલ ની ખાનગી હોસ્પિટલ માં લવાયો હતો જ્યાં અનિલ હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયો છે.

બીજી તરફ અનિલ પર ફાયરિંગ કરનાર કોણ હતા કેમ ફાયરિંગ કરાયું તે રહસ્ય હાલ અકબંધ  રહેવા પામ્યું છે ફાયરિંગ કરનાર અજાણ્યા ઈસમો કાર લઈ ભાગી છૂટ્યા હતા નજીક માજ ચેલાવાડા ખાતે બાબા દેવ નું મંદિર આવેલ છે જ્યાં મોટા ભાગે એમપી ના લોકો બાધાઓ પુરી કરવા આવતા જતા હોય છે હુમલાખોરો પણ એમપીના હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

Most Popular

To Top