National

કોઈના જીવનની કિંમત પર ફટાકડા ફોડી ઉજવણી કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

દિવાળી નજીક આવી છે ત્યારે ફટાકડા ફોડવા બાબતે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સખ્ત વલણ અપનાવ્યું છે. કોર્ટે આજે કહ્યું કે અન્યના જીવનની કિંમત પર ઉજવણી નહીં થઈ શકે. કોર્ટ ઉત્સવની વિરુદ્ધમાં નથી પરંતુ તે બીજાના જીવનની કિંમત પર તેની ઉજવણી થવી જોઈએ નહીં. દેશમાં મુખ્ય સમસ્યા પ્રતિબંધ લાગુ કરવાની છે. કોઈ પણ વ્યક્તિ કોઈ એક વર્ગને નારાજ કરવા માંગતો નથી.

સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એમ.આર. શાહે કહ્યું કે કોર્ટના જૂના આદેશોનું પાલન થવું જોઈએ. તેઓએ કહ્યું કે, તમે કોઈ પણ ઉજાણીમાં જાઓ. જોવા મળશે કે ફટાકડા ફૂટી રહ્યાં છે. ખાસ કરીને જોખમી ફટાકડા જેની પર પહેલાંથી જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ બજારમાં ખૂબ મોટી માત્રામાં ફટાકડા વેચાય છે અને તેનો ઉપયોગ પણ થાય છે.

  • ફટાકડાના ઉત્પાદકો કહે છે કે તેઓ માત્ર ગોડાઉનમાં આ ફટાકડા રાખે છે. પરંતુ ગોડાઉનમાં પણ શું કામ રાખવામાં આવે છે. શું તે વેચાણ માટે નથી. ગોડાઉનમાં પણ જોખમી ફટાકડા રાખવાની મંજૂરી નથી.
  • સુપ્રીમ કોર્ટે ફટાકડા અને આતશબાજીની ઉત્પાદક 6 કંપનીઓને કાયદાનું ઉલ્લંઘન કરવાની નોટીસ મોકલી હતી.
  • આ મામલામાં આગામી સુનાવણી 26 ઓક્ટોબરના રોજ થશે. નોંધનીય છે કે, આ વર્ષે દિવાળી 4 નવેમ્બરના રોજ છે.

જ્જ શાહે કહ્યું કે, ફટાકડાના ઉત્પાદકો કહે છે કે તેઓ માત્ર ગોડાઉનમાં આ ફટાકડા રાખે છે. પરંતુ ગોડાઉનમાં પણ શું કામ રાખવામાં આવે છે. શું તે વેચાણ માટે નથી. ગોડાઉનમાં પણ જોખમી ફટાકડા રાખવાની મંજૂરી નથી. આવા ફટાકડાની જરૂરત કોઈને શું કામ હોવી જોઈએ. ઘણા શાંત ફટાકડા પણ હોય છે. ઉત્સવો હલકા ફટાકડાઓથી મનાવવા જોઈએ. આ મામલામાં આગામી સુનાવણી 26 ઓક્ટોબરના રોજ થશે. નોંધનીય છે કે, આ વર્ષે દિવાળી 4 નવેમ્બરના રોજ છે.

ખરેખર સુપ્રીમ કોર્ટે ફટાકડા અને આતશબાજીની ઉત્પાદક 6 કંપનીઓને કાયદાનું ઉલ્લંઘન કરવાની નોટીસ મોકલી હતી. કોર્ટે કહ્યું કે, ફટાકડાના લીધે અસ્થમા અને અન્ય બિમારીઓથી ગ્રસિત લોકોની મુશ્કેલી વધે છે. દરેક તહેવાર, સમારોહમાં ફટાકડા ફોડવામાં આવે છે, જેના લીધે લોકો હેરાન થાય છે.

Most Popular

To Top