સુરત : સુરત (Surat) શહેરના પાંડેસરા જીઆઇડીસી સ્થિત પ્રયાગરાજ મિલમાં મંગળવારની રાતે આગ (Fire) ફાટી નીકળી હતી. જો કે, આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા જ ધૂમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા. જેને કારણે અફરાતફરી મચી જવા પામી હતી. આખી ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં તેમણે પણ મેજર કોલ (Major Call) જાહેર કરી દીધો હતો. જેથી 15થી વધારે ફાયર બ્રિગેડની (Fire Brigade) ગાડી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
- આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા જ ધૂમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા
- આખી ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં તેમણે મેજર કોલ જાહેર કરી દીધો
પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા જીઆઇડીસી પાસે આવેલા પાંડેસરા પોલીસ સ્ટેશનની સામે જ પ્રયાગરાજ મિલ કાર્યરત છે. જેમાં મંગળવારની રાતે ઓચિંતી આગ લાગી ગઈ હતી. જેથી તેમાં કામ કરતા કર્મચારીઓ દોડતા દોડતા બૂમાબૂમ કરતા બહાર આવી ગયા હતા. આમ, આવી સ્થિતિથી લોકોની ભાગદોડ મચી જવા પામી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ અને ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી. આ આખી ઘટનાની જાણ સુરત ફાયર બ્રિગેડને થતા તેઓ પણ ઘટના સ્થળે દોળી આવ્યા હતા. આગ હજી વિકરાળ સ્વરૂપ ધારણ નહીં કરવાની સાથે ટૂંકા સમયમાં કાબુમાં આવી જાય એ માટે ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો.
આમ, 15થી વધારે ફાયર બ્રિગ્રેડની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની એક પછી એક ટીમે મળી પાણીનો મારો ચલાવ્યો હતો. જેને કારણે આગ થોડા જ સમયમાં કાબુમાં આવી ગઈ હતી. આ ઘટના મામલે કોઇ પણ જાનહાની કે પછી કોઇને પણ કોઇ પણ પ્રકારની ઇજા નહીં થયા હોવાની વાત જાણવામાં આવી હતી.