વડોદરા : શહેર માં ફાયર બ્રિગેડ દ્વારા એન ઓ સી વગર ચાલતી સ્કૂલો પર કડક કાર્યવાહી કરવામાં આવી. ચાર સ્કૂલમાં ચેકિંગ કરવા જતા એન.ઓ.સી કે જીવન સુરક્ષા ના ઉપયોગ ના વસાવતા બિલ્ડિંગને સિલ મારવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં પાણીનું કનેક્શન આપવામાં આવ્યું હતું જો આગામી 15 દિવસમાં એન.ઓ.સી લેવામાં નહીં આવે તો વધુ કડક કાર્યવાહી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવશે. ગુજરાત ફાયર પ્રીવેન્સન એન્ડ લાઈફ સેફ્ટી મેસર્સ એક્ટ ૨૦૧૩ ની જોગવાઇ મુજબ અને હાઈકોર્ટે ના હુકમ મુજબ શ્રી કાર્યપાલક ઇજનેર અને સહકર્મચારીઓ મહાનગર પાલિકા ની ઉપસ્થિતિમાં નિમ્નલિખિત સ્કૂલ જેમાં ફાયર પ્રોટેક્સન સિસ્ટમ અને જીવન સુરક્ષા ના ઉપાયો નથી વસાવ્યા એ બિલ્ડીંગ સિલ કરવામાં આવ્યા હતા.
ફાયર વિભાગ દ્વારા શહેરમાં સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જે સ્કૂલમાં ફાયર એન ઓ, ફાયર પ્રોટેકશન સિસ્ટમ અને, જીવન સુરક્ષા ના ઉપાયો નથી વસાવ્યા એ બિલ્ડીંગ સામે સિલ મારવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં પાણીના કનેક્શન આપવામાં આવ્યા હતા. આગામી 15 દિવસમાં જો એન ઓ સી નહિ લેવામાં નહીં આવે તો વિજળી કનેક્શન અને ફાયર વિભાગ અને પાલિકામાં પરમિશન લઇને બીલડીગ ને સિલ મારવા ની કામગીરી પણ ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. શહેર ની વાઘોડિયા રોડ પર આવેલ શ્રી રંગ વિદ્યાલય, શ્રીમતી ચંપા શીપ્પી સ્કુલ, રોઝવેલ હાઈસ્કૂલ અને માંજલપુર ખાતે રુદ્ધ સ્કૂલ ઓફ સાયન્સ ને સિલ મારવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.