ગુજરાતમાં અને તેમાં પણ સુરતમાં વારંવાર આગના બનાવ બને છે અને તાત્કાલિક પોલીસતંત્ર (અન્ય કામગીરી બાજુ પર મુકી) સ્થળ પર તપાસ માટે દોડી જાય છે. કરોડપતિ અને તેની સાથે રાજ્યના સેવકના દબાણ હેઠળ કામગીરી કરવી પડતા બદનામ થાય છે. રાજકીય મતોનું એક જ શૂત્ર ‘‘તપાસ સમિતિ બેસાડવામાં આવશે કોઈ પણ કશૂરવારને કડી થી કડી સજા આપવામાં આવશે’’અને આ શૂત્ર દરેક સમયે વપરાતું રહે છે?! કોને સજા થઈ ક્યારે થઈશ?! આગથી આવા નિર્દોષના જીવનનો અંત સામાન્ય વાત નથી. તેમાંયે હાલમાં ચાર યુવાનો બળીને ભડથુ થઈ ગયા તે પોતાના કુટુંબના આધાર સ્થંભ હોય છે. 2-1-25ના સમાચારમાં AMNS ના ચાર કર્મચારી બળીને ભડથુ થઈ ગયા.
2000 ડીગ્રી તાપમાન કે જેમાં ઓગળી ગયેલ હાડકા સાથે બોડીનું પોટલું વાળી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા ત્યારે ઘટના સ્થળે બળીને ભડથુ થઈ ગયેલ ગણેશનાં ખિસ્સામાંથી મોબાઈલ નિકળ્યા?! જ્યારે શરીર બળીને ભડથુ થયું હાડકા ઓગળી ગયા તેવી બળેલી લાશના ખિસ્સામાંથી મોબાઈલ સુરક્ષિત મળ્યો એ આશ્ચર્ય પમાડે નેક તર્ક ઉપજાવે છે. જો ગણેશનો મોબાઈલ સુરક્ષિત રહ્યો તો અન્ય ત્રણ યુવાનના મોબાઈલનું શું (હવે તો દરેક મોબાઈલ રાખે છે) આ ત્રણ યુવાનના મોબાઈલ ગુમ કરી દેવામાં આવ્યા?! શું ગણેશની પત્નિ સુષ્મા તેના સંબંધીઓ સાથે સ્થળ પર પહોંચી આક્રોસ ઠાલવ્યો એટલે મળ્યો?! જેથી અન્ય ત્રણ યુવાનો જે પણ ભોગ ગન્યા છે તેના પણ મોબાઈલ મળ્યા હોવાની શંકા નિવારી શકાય એમ નથી. સાહેબ! હવે હદ થાય છે. જેનું રતન જાય તેને વ્યથા થાય.
– બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
શું બાંધછોડ કરીને લગ્ન ગ્રંથિથી જોડાવુ જોઈએ?
જીવનને આબાદ કરવુ કે બરબાદ તે પોતાના ઉપર નિર્ભર રહે છે. ૬૦કે ૭૦ ના દશકામાં દરેક સમાજમા સ્ત્રી ઓનુ શિક્ષણ નુ પ્રમાણ નહિવત હતુ , પુરુષો ફાયનલ કે ssc પાસ હોય એટલે સરકારી નોકરી મળી રહેતી તે સમયે ઓછુ શિક્ષણ પ્રાપ્ત કરેલ યુવક/યુવતી સાથે લગ્ન થઈ જતા લગ્ન જીવન સફળ થયાના દાખલાઓ મળી રહશે. ૨૧ મી સદીના ૨૫ મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે દરેક સમાજે દરેક ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ કરી છે. મહિલાઓ પણ ઉચ્ચ શિક્ષણ લઈ આર્થિક ક્ષેત્રે પગભર બની ગઈ છે . લગ્ન વ્યવસ્થા ફ્ક્ત ને ફ્ક્ત પ્રજોત્પતિ માટે જ નથી અમલમા લાવવામા આવી પરંતુ એક ચોક્કસ સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ છે.
સુરત – ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.