National

કોલકાત્તામાં રેલવેની ઇમારતમાં ભીષણ આગ, ચાર ફાયરના કર્મીઓ સહિત 9નાં મોત

કોલકાતાના સ્ટ્રેંડ રોડ પર બિલ્ડિંગ 13 મા માળે સોમવારે સાંજે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં હજી સુધી નવ લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં ફાયર બ્રિગેડના ચાર કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ બિલ્ડિંગમાં પૂર્વ રેલવેની ઓફિસ પણ છે, અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં રેલવેના બે પોલીસકર્મીઓઓનો પણ સમાવેશ થાય છે. જોકે હવે આગને કાબૂમાં લેવામાં આવી છે.
આ સાથે જ રાજ્ય સરકારે મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે 10 લાખ રૂપિયા મદદની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને ટ્વિટ કર્યું છે કે કોલકાતા બિલ્ડિંગમાં આગમાં મૃત્યુ પામેલા લોકોના સમાચાર સાંભળીને મને દુ:ખ થયું છે. મૃતકોના સંબંધીઓ પ્રત્યે મારી સંવેદના. પીએમ મોદીએ વધુમાં લખ્યું છે કે અકસ્માતમાં ઘાયલ લોકો ટૂંક સમયમાં સ્વસ્થ થવાની આશા રાખું છું.

આ સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ ટ્વીટ કરીને આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે કોલકાતામાં આગ અકસ્માતને કારણે થયેલા જાનહાનીને કારણે મન વ્યથિત છે. આ દુ:ખની ઘડીમાં જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે મારી ખૂબ ગમ શોક. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થઈ જાય. ભાજપ શોકગ્રસ્ત પરિવારો સાથે ઉભો છે અને તમામ શક્ય મદદ કરશે.

પૂર્વ રેલ્વેની ઓફિસ પણ આ બિલ્ડિંગમાં હતી, જેના કારણે પૂર્વી ભારતમાં ટિકિટ બુકિંગ સેવાને અસર થઈ છે. આગને કારણે પેસેન્જર રિઝર્વેશન સર્વિસ (પીઆરએસ) સર્વર અટવાઈ ગયું છે. પૂર્વી ભારતમાં કોમ્પ્યુટરાઇઝ ટિકિટ બુકિંગ સર્વર સ્થિરતાને લીધે અસરગ્રસ્ત છે.

બીજી તરફ રેલવે મંત્રી પિયુષ ગોયલે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ અકસ્માતમાં ચાર અગ્નિશામકો, બે રેલવે અધિકારીઓ, એક એએસઆઈ સહિત નવ લોકોનાં મોત નીપજ્યાં છે. રેલવે મંત્રીએ રેલવે વતી રાજ્ય સરકારને તમામ શક્ય મદદની ખાતરી આપી છે. પિયુષ ગોયલે ટ્વિટ કર્યું હતું કે આગના કારણો શોધવા ચાર રેલવે અધિકારીઓની આગેવાની હેઠળ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.

આ ઉપરાંત વડા પ્રધાન કચેરીએ ટ્વીટ કર્યું છે કે પીએમ મોદીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને બે લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. અહીં પૂર્વી રેલ્વેએ પણ માહિતી આપી હતી કે હજુ સુધી આગના કારણોની જાણ થઇ નથી. રેલવેએ આ અકસ્માતની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top