મુંબઈમાં બેલ્લારડ ઇમારતમાં ઈડીની ઓફીસ આવેલી છે અને એમાં તાજેતરમાં આગ લાગી અને એને ઠારતાં ખાસ્સો સમય લાગ્યો અને પરિણામ એ આવ્યું કે, અનેક ફાઈલો આ આગમાં બળી ગઈ છે અને ઘણાં લોકો સામેના પુરાવાનો નાશ થયો છે. આ કારણે શક્ય છે કે, ઘણાં બધાં રાજનેતાઓ કે જેમની સામે ઈદીએ કેસ કરેલા છે એમને રાહત મળી જશે. આ ઈમારતને જાદુઈ એટલે કહેવામાં આવે છે કારણ કે, કોઈ રાજનેતા સામે અહીં કેસ થાય એ પછી એમના સૂર બદલાઈ જાય છે.
આ કારણે કોંગ્રેસ અને વિપક્ષને મુદો્ મળી ગયો છે. કોંગ્રેસે કહ્યું કે, ઈદી અધિકારીઓએ જ આ આગ લગાવી છે. છેલ્લાં દસ વર્ષોથી આ જ ઓફિસમાંથી વિપક્ષી નેતાઓ સામે કામ ચાલ્યું છે, ખોટા કેસ બનાવાયા છે અને ઘણા બધા જેલમાં ગયા છે. પણ એમાંનાં ઘણા રાજકારણીઓ ભાજપમાં કે એનડીએમાં ગયા છે અથવા તો એમની સાથે જોડાયા છે. એમની સામેના કેસ ઢીલાઢફ થઇ જાય એ માટેનું આ કાવતરું છે.
1918માં આ ઈમારત બની હતી અને અહીં જ છગન ભુજબળ, અનિલ દેશમુખ, નવાબ માલિક સામે કેસ થયા અને અહીં જ એમને હિરાસતમાં રાખવામાં આવ્યા હતા અને પૂછપરછ થઈ હતી. શિવસેનાના કેટલાક નેતાઓની પણ ધરપકડ થઇ હતી અને અહીં બોલાવાયા હતા અને આ પૂછપરછ બાદ આ નેતાઓએ એમની રાજકીય વિચારસરણી બદલવા મજબૂર બનવું પડ્યું અને હા, અહીં જ રાજ ઠાકરેની પણ પૂછપરછ થઇ હતી. નવ કલાકની પૂછપરછ બાદ રાજ ઠાકરે મોદી સામે બોલતાં બંધ થઇ ગયા હતા.
જો કે, ઈડીનાં સૂત્રો કહે છે કે, ઘણી બધી ફાઈલો નષ્ટ થઇ છે એ વાત સાચી પણ એ બધું ડીજીટલી સુરક્ષિત છે એટલે કોઈ સામેના કેસમાં પુરાવાનો અભાવ નહિ રહે. આ વાત કેટલી સાચી છે એ તો ઇડી જ જાણે. પણ એ વાત એકદમ સાચી છે કે, ઘણા બધા વિપક્ષી નેતાઓ સામે કેસ થયા અને એ ભાજપ – એનડીએમાં જોડાયા કે તુરંત એમાંના સામેના કેસની તપાસ ઢીલી પડી ગઈ અને કેટલાક કેસ બંધ જેવા થઇ ગયા છે 1અને આગમાં જો એમની સામેના પુરાવાની ફાઈલ સળગીને રાખ થઇ ગઈ હોય તો એમ જ સમજવું રહ્યું કે આ નેતાઓને અભયદાન મળી ગયું. એમની સામેની તપાસ કદી આગળ વધી નહિ શકે. આમેય ઇડીને કોર્ટમાં બહુ ટીકાઓ સાંભળવી પડી છે અને પુરાવા વિના એ ધરપકડો કરે છે એવીય ટીપ્પણી કોર્ટે કરી છે અને રાજકીય મામલામાં માત્ર બે ચાર ટકા કેસમાં જ સફળતા મળી છે. ઇડી વગોવાઈ છે અને આ આગની ઘટનાએ એમાં વધારો કર્યો છે.
જે.એન.યુ.માં રાજકીય ગણિત બદલાઈ રહ્યું છે!
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એટલે કે જે. એન. યુ. એ દેશની બહુ જાણીતી યુનિવર્સિટી છે અને સાવ સામાન્ય ફીમાં અહીં અનુસ્નાતક અભ્યાક્રમમાં ભણી શકાય છે પણ આ યુનિવર્સિટી કેમ્પસ રાજકીય રીતે બહુ જાગૃત છે. અહીં વર્ષોથી ડાબેરી વિદ્યાર્થી સંગઠનોનું વર્ચસ રહ્યું છે પણ એ હવે તૂટી રહ્યું છે. તાજેતરમાં અહીં વિદ્યાર્થી સંઘની ચૂંટણી થઇ એમાં ડાબેરી સંગઠનો જ વિજયી થયાં પણ ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીને સારી એવી બેઠકો મળી છે અને એક પદ પણ મળ્યું છે જે દર્શાવે છે કે, અહીં રાજકીય બદલાવ શરૂ થયો છે અને થોડાં વર્ષોમાં એવું પણ બની શકે કે, એબીવીપીનાં હોદે્દારો હોય.
આ ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને જનરલ સેક્રેટરીનાં પદો પર તો ડાબેરી સંગઠનો જ જીત્યાં છે પણ જોઈન્ટ સેક્રેટરીનું પદ એબીવીપીને મળ્યું છે. દસ વર્ષ બાદ એબીવીપીને કેન્દ્રીય પેનલમાં સ્થાન મળ્યું છે. એટલું જ નહિ, ABVPએ 42માંથી 23 કાઉન્સિલર સીટો જીતી, જે તેમની અત્યાર સુધીની સૌથી મોટી સફળતા છે. આમાં સ્કૂલ ઓફ સોશ્યલ સાયન્સ અને સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ જેવા ડાબેરી ગઢમાં પણ સીટો જીતી, 25 વર્ષમાં પ્રથમ વખત આવું બન્યું છે.
ડાબેરી ગઠબંધન (AISA-DSF)એ કેન્દ્રીય પેનલની ત્રણ મુખ્ય સીટો (પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી) જીતી, જે JNUના પરંપરાગત ડાબેરી ગઢ તરીકેની છબીને મજબૂત કરે છે. પણ એબીવીપીની હાજરી વધી છે. જે ડાબેરી સંગઠનોના વર્ચસને પડકારે છે. ખાસ કરીને ઉપપ્રમુખ અને જનરલ સેક્રેટરીની સીટો પર રસાકસી દર્શાવે છે કે ABVPનો પ્રભાવ કેમ્પસમાં વધી રહ્યો છે, જે રાષ્ટ્રવાદી એજન્ડા અને વિદ્યાર્થી કલ્યાણના મુદ્દાઓ પર આધારિત છે. બીજી બાજુ, ડાબેરી ગઠબંધનમાં ભાગલા પડ્યા છે, જેમાં AISA-DSF અને SFI-AISF-BAPSA અલગ-અલગ લડ્યા.
આ વિભાજન છતાં ડાબેરી પેનલે મુખ્ય સીટો જીતી, પરંતુ આંતરિક મતભેદ ભવિષ્યમાં પડકાર બની શકે છે. આ કેમ્પસમાં રાજકીય જાગૃતિ બહુ છે. આ વેળા ૭૦ ટકા મતદાન થયું હતું. JNUની ચૂંટણીઓ ઘણી વાર રાષ્ટ્રીય રાજકીય વલણોનું પ્રતિબિંબ માનવામાં આવે છે. ડાબેરી જીતને રાષ્ટ્રીય સ્તરે ભાજપ વિરોધી લાગણી તરીકે જોવામાં આવે છે, જ્યારે ABVPની સફળતા રાષ્ટ્રવાદી વિચારધારાના વધતા પ્રભાવને દર્શાવે છે. ABVPની વધતી હાજરી સંકેત આપે છે કે કેમ્પસની રાજકીય ગતિશીલતા બદલાઈ રહી છે. ડાબેરી ગઠબંધનનું આંતરિક વિભાજન અને ABVPની નજીકની ટક્કર ભવિષ્યમાં વધુ તીવ્ર સ્પર્ધાની આગાહી કરે છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.