Vadodara

નિઝામપુરાની આશીર્વાદ હોસ્પિટલના OTમાં આગ

વડોદરા : વડોદરા શહેરના નિઝામપુરા એસ.ટી ડેપો સામે આવેલી આશીર્વાદ હોસ્પિટલમાં શુક્રવારની નમતી બપોરે અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી આગને પગલે હોસ્પિટલમાં લગાવેલ સાયરન વાગવા લાગ્યું હતું જેને પગલે હોસ્પિટલમાં સવાર લેતા દર્દીઓ અને સ્ટાફ જીવ બચાવી નીચે આવી ગયો હતો આગની જાણ થતા ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. નિઝામપુરા એસ.ટી ડેપો પાસે ડોક્ટર હેમંત પટેલ અને અલકા પટેલનું આશીર્વાદ હોસ્પિટલ આવેલું છે જ્યાં સર્જિકલ અને ગાયનેક સારવાર આપવામાં આવે છે દરમ્યાન શુક્રવારે બપોરના 4 વાગ્યાની આસપાસ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં લગાવવામાં આવેલ એસીમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી આગના ધુમાડા બહાર નીકળતા હોસ્પિટલમાં લગાવવામાં આવેલ સાયરન વાગવા લાગ્યું હતું જેને પગલે હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફના દોડધામ મચી ગઇ હતી દર્દીઓના જીવ અધ્ધર થઇ ગયા હતા આગ વધુ વધે તે પહેલાં દર્દીઓ અને સ્ટાફ નીચે ઉતરી ગયો હતો કોઈ જાનહાનિ ન થતા હોસ્પિટલ સ્ટાફે રાહત અનુભવી હતી બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો તાત્કાલિક દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગ કાબુમાં આવે તે પહેલાં જ ઓપરેશન થિયેટર બળીને ખાખ થઈ ગયું હતું.

Most Popular

To Top