સુરત: સરતમાં (Surat) અવારનવાર આગ (Fire) લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવો જ એક બનાવ રવિવારે (Sunday) મોડી રાત્રે બન્યો હતો. જેમા ડીએમડી ટેક્ષટાઈલ માર્કેટના (DMD Textile Market) બેઝમેન્ટના મીટર (Basement miter Box) પેટીમાં આગ લાગી હતી. પરીણામે ચોમેર ભાગદોડ શરુ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો (Fire Brigade) કાફલો ઘટના શ્થળે દોડી આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. પરંંતુ 45 મીટરો બળીને ખાખ થઇ ગયા હતાં.
સારોલી લેન્ડ માર્કની આગળ ડીએમડી ટેક્ષટાઈલ માર્કેટના બેઝમેન્ટના મીટર પેટીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. મીટર પેટીમાં શોટ સર્કીટના કારણે આગ ભભૂકી ઉઠી હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ બાદ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુમાં મેળવવામાં આવ્યો હતો. હાલ સારોલી પોલીસ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઘટના રવિવારના રોજ મોડી રાત્રે બની હતી. ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જોકે આ દુર્ઘટનામાં માર્કેટની દુકાનોનાં 45 જેટલા મીટરો બળીને ખાખ થઈ ગયા હતા. પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાની થઇ ન હતી. ઘટના બાદ અફરા તફરીના માહોલ વચ્ચે આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગના જવાનો સફળ રહ્યા હતા.
થોડા દિવસો અગાઉ સારોલીમાં આગ લાગી હતી
સુરત ઓલપાડના પિંજરત ગામ નજીક ફરી એકવાર પરાણી ભરેલ ટેમ્પોમાં આગ લાગી હતી. પરિણામે ભાગદોડ થઈ ગઈ હતી. ડાંગરની પરાણી ભરેલા ટેમ્પોમાં આગ લાગવા પાછળ DGVCLનો વાયર અડી ગયા બાદ શોર્ટ સર્કિટને થયું હોવાનું સામે આવ્યું હતું. જોકે આ દુર્ઘટનામાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિકોએ ગામના તળાવમાં ટેમ્પો ઉતારી આગ પર કાબુ મેળવ્યો હતો.
ત્યારે સૂત્રોએ જણાવ્યું હતું કે સીથાણા ગામે ટેમ્પોમાં આગ લાગી હતી. આજે બનેલી ઘટના બાદ સાવચેતીના પગલાં જરૂરી બની ગયા હોવાનું કહી શકાય છે. DGVCLનો વાયર ટેમ્પોને અડી જતો હોય તો આગામી દિવસોમાં મોટી દુર્ઘટના થવાની સંભાવના દેખાઇ રહી હોવાની ચર્ચા થઈ રહી છે. માટે આ વાયરોને ઊંચા કરવાની જરૂર જણાય છે.