વલસાડ(Valsad): વલસાડ નજીકના પારનેરા (Parnera) ડુંગર ઉપર સોમવારે (Monday )મોડીરાત્રે આગ (Fire) ભભૂકી ઉઠતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ આગ બેથી ત્રણ કિલોમીટર દૂર અંતરે લોકો જોઈ શકતા હતા. આગને કાબૂમાં લેવા આસપાસના અતુલ, પારનેરા અને ચીચવાડ ગામના 200થી વધુ યુવાનોએ નીચેથી ડુંગર ઉપર સાંકળ લાઈન લગાવીને પાણી નીચેથી ડોલ ભરીને ઉપર લઈ ગયા હતા. વલસાડ (Valsad) અને અતુલની (Atul) ફાયરની ટીમ (Fire Team) પણ પહોંચી ગઈ હતી. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં (Control) લીધી હતી.
- ડુંગર ઉપર આગ લાગેલી હોવાથી ફાયર ટીમ પહોંચી નહીં શકતાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
- ડુંગર ઉપર લાગેલી આગ બે થી ત્રણ કિલોમીટર દૂરના અંતરથી લોકો જોઈ શકતા હતા
- ભારે પવન હોવાથી આગ વઘુ વિકરાળ બનતી હતી
વલસાડ નજીકના પારનેરા ડુંગર ઉપર સોમવારે મોડી રાત્રે અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. આગને બૂઝાવવા માટે વલસાડ અને અતુલની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંતી ગઈ હતી. આગ ડુંગર ઉપર લાગેલી હોવાથી ફાયર ટીમ ત્યાં પહોંચી ન શકતાં ધીમે ધીમે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ડુંગર ઉપર લાગેલી આગ બે થી ત્રણ કિલોમીટર જેટલા દૂરના અંતરથી લોકો જોઈ શકતા લોકોએ આગને ઓલવવા માટે ખૂબ પ્રયાસ કર્યો હતો. પારનેરા મંદિરના ટ્રસ્ટી પંકજભાઈ અને બાબુભાઈએ અતુલ, પારનેરા અને ચિચવાડા ગામના ૨૦૦ થી વધુ યુવાનો ભેગા કરીને આગને ઓલવવા માટે નીચેથી એક લાઈન બનાવીને ડોલ વડે ડુંગર સુધી પાણી પહોંચાડયું હતું. પાણીથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. આગની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ કયા કારણે લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. ઉપરાંત આગમાં કઈ વધુ નુકસાન પણ થયું નથી.