સુરત: સુરતના (Surat) ઈચ્છાપોર (Ichhapor) પોલીસ સ્ટેશનની (Police Station) પાછળ એક ઝૂપડામાં (Hut) આગ (Fire) લાગી જતા અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.
મળતી માહિતી અનુસાર સુરતના કવાસ પાટિયા (Kawas Patiya) ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની પાછળના વિસ્તારમાં સવારે 9:47ની આસપાસ એક ઝૂંપડામાં આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગ્યાની જાણ થતા વિસ્તારમાં અફરાફરી મચી જવા પામી હતી. ત્યારે સ્થાનિકોએ ઘટનાની જાણ કરી ફાયર વિભાગને કરી હતી. આગ લાગ્યાનો કોલ મળતા જ અડાજણ અને પાલનપુરના ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ઘરવખરી સામાન બળીને ખાખ
ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની પાછળ આવેલા ઝૂંપડામાં સવારે આગતા ભાગદોડ મચી ગઈ હતી. આગના કારણે ઝૂંપડામાં રહેલી ઘર વખરી સામાન બળીને ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પરંતુ ચોક્કસ કયા કારણોસર આગ લાગી તે હાલ જાણી શકાયું નથી. ત્યારે અડાજણ વિસ્તારમાં પણ રોડ પર પાર્ક કરેલી કાર ભડકે ભડકે સળગી ઉઠી હોવાનો બનાવ બન્યો છે.
પાર્ક કરેલી કારમાં અચાનક લાગી આગ
સુરતના અડાજણ વિસ્તારમાં રોડની સાઇડમાં પાર્ક કરેલી કાર અચાનક સળગી ઉઠી હતી. ઘટનાની જણ ફાયર વિભાગને કરાતા ફાયરબ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. કારમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર અડાજણ વિસ્તારમાં આવેલા એલ પી સવાણી પાસે રોડની સાઇડ પર પાર્ક કરેલી એક લક્ઝુરિયસ ક્રેટા કારમાં અચનાક જ આગી લાગી ગઈ હતી. કાર ચાલક કાર પાર્ક કરીને બહાર ગયો હતો, ત્યારે અચાનક જ આગ લાગી જતા કાર ભડકેને ભડકે બળવા લાગી હતી. આગે અચાનક જ વિકારળ રૂપ ધાર કરી લેતા આસપાસના લોકોનો દોડીને ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. થોડ જ વારમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિકોએ ફાયર વિભાગને આગની જાણકારી આપી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.