SURAT

સુરત એરપોર્ટના રનવે નજીક આગ લાગી, ફાયર બ્રિગેડ દોડ્યું, અનેક ફ્લાઈટને અસર

સુરત એરપોર્ટ પર આજે મોટી દુર્ઘટના બની છે. અહીં રનવે નજીક ઘાસમાં આગ લાગી છે. આગ લાગી ત્યારે લેન્ડિંગ માટે ફ્લાઈટ્સ સુરતના આકાશમાં ઉડી રહી હતી. આગના લીધે આ ફ્લાઈટ્સને આકાશમાં બે ત્રણ ચકરાવા લેવા પડ્યા હતા, જ્યારે એક હેલિકોપ્ટરને અન્યત્ર લેન્ડ કરવું પડ્યું હતું. આગની ઘટનાને પગલે સુરત એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું. થોડા સમય બાદ આગ કાબુમાં આવી ગઈ હતી અને રનવે પૂર્વવત્ત ઓપરેશનલ બન્યો હતો. ફ્લાઈટ્સની અવરજવર શરૂ થઈ ગઈ હતી.

  • સુરત એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં ઘાસમાં આગ લાગી
  • કેટલીક ફ્લાઇટને અસર, હૈદરાબાદ – સુરત ફ્લાઇટ અમદાવાદ મોકલાઇ

પ્રાપ્ત માહિતી અનુસાર એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત દિલ્હી ફ્લાઈટ એરપોર્ટના રનવે પર હતી ત્યારે રનવે નજીકના ઘાસમાં આગ લાગી હતી તેથી આ ફ્લાઈટ ટેક ઓફ કરી શકી ન હતી. ત્યારબાદ એક હેલિકોપ્ટર લેન્ડિંગ માટે આવ્યું હતું જોકે તેને હજીરા હેલીપેડ ખાતે ડાયવર્ટ કરાયું હતું. દરમિયાન વેન્ચુરાની ફ્લાઈટ પણ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી.

દરમિયાન એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત હૈદરાબાદની ફ્લાઈટ સુરત આવી હતી, તેને અમદાવાદ ડાયવર્ટ કરાઈ. બેંગ્લોર સુરતની ફ્લાઈટને પણ વડોદરા ડાયવર્ટ કરાઈ હતી.

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં નિયમિત ઘાસ કટીંગ નહીં કરવાની બેદરકારીને લીધે ઘાસમાં આગ લાગતા ONGC કંપનીના હેલિકોપ્ટર હજીરા હેલિપેડ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે.

વેન્ચુરા એર કનેક્ટની સુરત આવેલી ફ્લેટને ચકરાવો લેવો પડ્યો હતો. જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસની હૈદરાબાદ – સુરત ફ્લાઇટ એ ત્રણ ચાર વાર ચકરાવો લીધા પછી અમદાવાદ અમદાવાદ એરપોર્ટ ડાયવર્ટ કરવામાં આવી હતી.

  • IX 2827 હૈદરાબાદથી 11:59 વાગ્યે ઉપડશે
  • તેથી બપોરે 2:05 વાગ્યે સુરત દુબઈ મોડી પડશે

ચોમાસાના પ્રારંભમાં બે દિવસ વરસાદ રહ્યો હોવા છતાં ઘાસમાં આગ લાગવાની ઘટનાએ અચરજ ઊભું કર્યું છે. આગ એરપોર્ટના ફાયર વિભાગે ઓલવી નાંખી છે. ઘટનામાં કોઈ ઇજા, જાનહાનિની ઘટના બની નથી. આ ઘટનાને લઈ સુરત એરપોર્ટની સલામતી વ્યવસ્થાને લઈ એરપોર્ટ ઓથોરિટીની બેદરકારી સામે આવી છે.

એરપોર્ટ ડિરેક્ટરે શું કહ્યું?
એરપોર્ટના ડિરેક્ટર આનંદ શર્માએ કહ્યું કે, લગભગ દોઢ વાગ્યાના અરસામાં ઓપરેશનલ એરિયામાં ઘાસમાં આગ લાગી હતી. બર્ડ હિટથી બચવા ઉપયોગમાં લેવાતી ગેસ ગનમાંથી નીકળેલા સ્પાર્કના કારણે આગ લાગી હતી. આગને લીધે રનવે પોણા ત્રણ વાગ્યા સુધી બંધ રાખવો પડ્યો હતો.

આ ફ્લાઇટ બે થી ત્રણ કલાક મોડી પડી

•   ઇન્ડિગો: દીવ-સુરત
•   ઇન્ડિગો: દિલ્હી-સુરત
•   ઇન્ડિગો: બેગ્લોરુ-સુરત
•   ઇન્ડિગો: સુરત - દિવ
•   ઇન્ડિગો:સુરત-ગોવા
•   એર ઈન્ડિયા એક્સપ્રેસ: દુબઈ-સુરત
•   ઓએનજીસીનું હેલિકોપ્ટર
•   વેન્ચુરા એર કનેક્ટની નોન-શેડ્યુલ્ડ ફ્લાઇટ

Most Popular

To Top