Madhya Gujarat

જાંબુઘોડાના ઊંઢવણ ગામે મકાનમાં આગ

કાલોલ: પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા તાલુકા ના ઉઢવણ ના આંબા ફળિયામાં રહેતા ભણતાભાઈ ચીમાભાઇ ભાઈ બારીયા ના મકાન માં અચાનક ઘરમાં શોર્ટ સર્કિટ થતા ઘરમાં પડેલ મકાઈની રાડ સળગી ઊઠી હતી જેના પગલે મકાઈની રાડ સાથે ઘરમાં પડેલ ઘર વખરી સહિત મકાઈ પણ બળી ને ખાખ થઇ જવા પામી હતી. આ આગ સવાર ના આઠ વાગ્યા ની આસ પાસ લાગતા જ બુમા બુમ થતા આજુબાજુના રહીશો દોડી આવી ડોલ તેમજ મોટર વળે પાણી નો મારો ચલાવી આગ ને કાબુ માં લીધી હતી આ આગ લાગતા ઘરની આગળ બાંધેલા ઢોર ને તાત્કાલિક બહાર કાઢી લીધા હતા જ્યારે તેમાંથી એક ભેંસ થોડી દાઝી જવા પામી હતી આ મકાન માં બે નિરાધાર ભાઈ અને બહેન રહેતા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ભાઈ ની માનસિક સ્થિતિ સારી નથી અને બહેન વિધવા હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top