SURAT

ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઘરની સામેના એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી, 18 લોકોનું રેસ્ક્યુ

સુરતઃ શહેરમાં ફરી એકવાર ભીષણ આગની ઘટના બની છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષં સંઘવીના ઘરની સામે આવેલા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં આજે સવારે આગની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ છે. આખા શહેરમાંથી ફાયરના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વેસુમાં આવેલા હેપ્પી એન્કલેવના સાતમા માળે આગ લાગી છે. આ એપાર્ટમેન્ટમાં મોટી સંખ્યામાં લોકો રહે છે. અહીં લક્ઝુરિયસ ફ્લેટ આવેલા છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આઠમાં માળે સ્ટીમ બાથ ઉપકરણમાં આગ લાગી હતી, જ્યારે નવમા માળે ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં લાકડાં, પીઓપી, પ્લાયવૂડ અને ફાઇબર સામગ્રી મૂકવામાં આવી હતી. જેના કારણે આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. આગ નવમા માળેથી 10 અને 11માં માળ સુધી પહોંચી ગઈ હતી.

સુરતના વેસુમાં લક્ઝુરિયસ હેપ્પી એક્સલેન્સિયા બિલ્ડિંગના આઠમા માળે અચાનક આગ લાગી હતી અને એ પ્રસરીને ઉપરના 3 માળ એટલે કે છેક 11મા માળ સુધી ફેલાઈ ગઈ હતી. આઠમા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતાં અચાનક બ્લાસ્ટ થયો અને ત્યાર બાદ આગ ફાટી નીકળી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 5 ફાયર સ્ટેશનની ટીમને ઘટનાસ્થળે રવાના કરાઈ હતી. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આગને બુઝાવવાની કામગીરી સમયે એક ફાયર જવાનનો હાથ દાઝ્યો હતો.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગની સામે જ આવેલું હોવાથી તેઓને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં 18 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. હર્ષ સંઘવીના ઘરની સામેના જ એપાર્ટમેન્ટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરના લાશ્કરો, પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાઈડ્રોલિક ક્રેઈનની મદદથી ઊંચે ચઢી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

હર્ષ સંઘવી મદદે દોડી ગયા
ઘરની સામે એપાર્ટમેન્ટમાં આગ લાગતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તરત મદદે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડ સાથે તેઓ આગ ઠર્યા બાદ એપાર્ટમેન્ટ અંદર ગયા હતા. રેસ્ક્યુ કરાયેલા લોકોને રૂબરૂ મળી સાંત્વના આપી હતી.

Most Popular

To Top