વડોદરા : સરદાર એસ્ટેટ પાસે આવેલ નૂડલ્સ બનાવતી ફેક્ટરીમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. ફેકટરીના શેડ પર સૂતેલા બે કારીગરોએ કુદકો માર્યો હતો. પરંતુ બે માંથી એક દાઝી ગયો હતો, જયારે બીજાને કોઈ પણ જાતની ઈજા થઇ હતી નહિ. નીરજભાઈ આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે ક્રિષ્નાનગર પાસે જય અંબે ગૃહ ઉદ્યોગ નામની નૂડલ્સ બનાવવાની ફેક્ટરી ધરાવે છે. તેમની ફેક્ટરીમાં નૂડલ્સ બનાવવાનું કામ કરે છે. નુડલ્સ બન્યા પછી ત્યાજ એ નુડલ્સનો સ્ટોક પણ રાખવામાં છે.
તેજ ફેક્ટરીમાં રહેતા અને ત્યાજ કામ કરતા બે યુવાનો રાત્રે ફેક્ટરીના પતરાના શેડ ઉપર સુતા હતા. જયારે આજે વહેલી સવારે ફેક્ટરીમાં આગ આગ લાગી હતી ત્યારે શેડના પતરા ગરમ થઈ જતા ફેક્ટરી પર સૂઈ રહેલા બે કારીગરો શેડ ઉપરથી નીચે જમીન પર કુદકો માર્યો હતો. જયારે બે કરીગ્રોમાંથી એક કારીગર 19 વર્ષીય વિનયકુમાર વિશ્વાસ શેડ ઉપરથી કૂદતાં શેડની નીચે મૂકેલા મોપેડ પર પડતા દાઝી ગયો હતો અને પગમાં ઇજાઓ પહોંચી હતી.
આગની બનાવની જાણ ફાયર બ્રિગેડેને કરતા ફાયર બ્રિગેડે તેન કાબૂમાં લીધી હતી. આ બનાવની પાણીગેટ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર અમિત ચૌધરી સ્ટાફ સાથે ઘટના સ્થળે ઘસી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં સરદાર એસ્ટેટ પાસે લાગેલ નુડલ્સ બનાવતી ફેકટરીમાં આગના બનાવને પગલે આસપાસના વિસ્તારોમાં ગભરાટ માહોલ ફેલાઇ ગયો હતો.
સ્થાનિકોના લોક ટોળા ભેગા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડે આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લીધી હતી. નુડલ્સ બનાવતી ફેક્ટરી બળી ગયેલો જથ્થો ફેક્ટરીની બહાર કાઢવા માટે જેસીબી અને ચાર ટ્રેક્ટરની પણ મદદ લીધી હતી. ફેક્ટરીમાંથી નૂડલ્સનો જથ્થો બહારકાઢીને આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી હતી.આ બનાવમાં મોટાપાયે નુકસાન થયું હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. આ બનાવમાં કોઇપણ જાતની જાનહાનિ થઈ નથી.આગના કારણે આસપાસના વિસ્તારના લોકોમાં ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો. આ ઘટના અંગે પોલીસ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આગના કારણે શેડના પતરા પણ વળી ગયાં
બુધવારે વહેલી સવારે કોલ મળતાની સાથે જ મેં તથા મારી ટીમ સાથે ઘટના સ્થળે દોડી જઈને આગ પર કાબૂ મેળવ્યો હતો. જે ફેકટરીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી તે ફેક્ટરીમાં નુડલ્સ બનાવીને ફેકટરીમાંજ ગોડાઉન તરીકે રાખવામાં આવતું હતું. આ ફેક્ટરી પતરાના શેડમાં બનાવેલા હતી. જેથી પતરાં પણ વડી ગયા હતા.-અમિત ચૌધરી, સબ ફાયર ઓફિસર પાણીગેટ