વિચારોમાં પ્રચંડ તાકાત ભરેલી છે. શકિતનો અવિરત વહેતો ધોધ સુધ્ધાં હોય. કદાચ નાયગ્રા ધોધથી પણ વધારે. જીવનની આખી ને આખી દિશા બદલી નાખે. સવારના પ્હોરમાં છાપું ઉઘાડો એટલે આગ, અડફટ, અકસ્માત રોજિંદા થઇ પડયા. હું તો બોલીશમાં દિવસ દરમિયાન ગુજરાતમાં બનતા ભયાનક પ્રજાજીવનને જોખમમાં મૂકતા પ્રસંગો જોઇ સાંભળી, હૃદય બેસી જાય. વળી આજકાલ યુવા હાર્ટએટેકને કારણે મૃત્યુ વધતા જ જાય છે. બેનંબરી આખી ટોલટેક્ષની ઓફિસ ઊભી કરીને પ્રજાનાં નાણાં લૂંટી લેવાય છે.
આવાં અનેક ઉદાહરણો જોવા મળે. ગુનો કરનાર, સામાને મોતને ઘાટ ઉતારનારને બચાવવા ચૂંટાયેલા સભ્યો નીકળી પડે તો પેલા હોસ્પિટલમાં ખાટલે સારવાર લેતાં દુ:ખી પીડિતને જોવા નહિ જવાયું? નોંધ લેતાં દુ:ખ અનુભવાય છે. ગાંધીનું ગુજરાત કયા માર્ગે ફંટાઇ રહ્યું છે. આંખો અને કાન ખુલ્લા રાખીએ તો ઘણું શીખી શકાય અને મુસીબતોમાંથી ઉગારો થાય. જોન સીન્ડલરે લખ્યું છે જયારે કોઇ પરિસ્થિતિને બદલવાનું શકય ન હોય તો પરિસ્થિતિમાં સારામાં સારી રીતે કેમ જીવવું તે વિચારવું. સંનિષ્ઠાપૂર્વક જીવન ચલાવવું એ પણ એક પ્રકારનું ધ્યાન છે. સહેલાઇથી, ઝડપથી નાણાં ઓસડી લેવાની લ્હાય અનેક બાબતોમાં કારણભૂત છે.
સુરત – કુમુદભાઇ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.