Vadodara

ફિનિક્સ સ્કૂલ સંચાલકને DEOની નોટિસ

વડોદરા : વડોદરા શહેરમાં બે દિવસ પહેલા સુસેન સર્કલ પાસે આવેલ ફિનિક્સ સ્કૂલમાં સુરત જેવી આગની ઘટના બનતાં રહી ગઈ હતી. આગ લાગતા ની સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નાસભાગ મચી પામી છે. ફાયર બ્રિગેડ દ્વારા ક્લાસ રૂમમાં ફસાયેલા 4૦૦થી વધુ ઉપરાંત વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરી સહી સલામત ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. આ રેસ્ક્યૂ ની કામગીરીમાં પોલીસના જવાનો પણ જોડાયા હતા. ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે, એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો. વડોદરા,મકરપુરાની ફિનિક્સ સ્કૂલમાં શોર્ટ સર્કિટના કારણે થયેલી અફરાતફરીનો સ્કૂલના મેનેજર બાળકોના રેસ્ક્યુ દરમ્યાન પડી જતા સાધારણ ઇજા થઇ હતી. જ્યારે અન્ય કોઇને ઇજા થઇ ન હતી.આજે ડી.ઇ.ઓ. દ્વારા એક ટીમને સ્કૂલની વિઝિટ માટે મોકલવામાં આવી હતી. જેને લઈને ડી.ઈ.ઓ. કચેરી દ્વારા ફીનીક્સ સ્કૂલના સંચાલકને નોટીસ આપવામાં આવી હતી.

મકરપુરા રોડ પર આવેલી ફિનિક્સ સ્કૂલમાં શુક્રવારે સવારે નવ વાગ્યે રાબેતા મુજબનું શિક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન ત્રીજા માળે શોર્ટ સર્કિટ થતા ધડાકા થયા હતા.આ સાથે જ ત્રીજા તેમજ ચોથા માળે ક્લાસ રૃમોમાં ધુમાડા છવાયા હતા.સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવામાં સ્કૂલના સ્ટાફ મેમ્બર્સ તથા શિક્ષકો દ્વારા દોડધામ કરવામાં આવી હતી.તે દરમિયાન સ્કૂલ ના આસિસ્ટન્ટ મેનેજર અક્ષય ભાઈ નો પગ લપસી જતા તેને પગમાં સાધારણ ઇજા થઇ હતી.

અક્ષયભાઇ ડિપ્લોમા એન્જિનિયર છે.અને છેલ્લા ત્રણ વર્ષથી તેઓ સંસ્થામાં નોકરી કરે છે.તે સિવાય સ્કૂલમાં અન્ય કોઇ સ્ટાફ મેમ્બર કે બાળકને ઇજા થઇ નથી.દરમિયાન ડી.ઈ.ઓ.નવનીત મહેતાએ એક ટીમ ને તપાસ માટે ફિનિક્સ સ્કૂલમાં મોકલી હતી.ટીમ દ્વારા સ્કૂલ સંચાલકોને નોટિસ આપી આગની ઘટના અંગે ખુલાસો પૂછવામાં આવ્યો છે.ઇલેક્ટ્રિક સપ્લાય તેમજ ફાયર સેફ્ટીની વ્યવસ્થા અંગે માહિતી માંગવામાં આવી છે.આજે સ્કૂલ ના જે વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ મુકી ને નીકળી ગયા હતા.તે તમામ વિદ્યાર્થીઓને આજે બેગ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા.

Most Popular

To Top