સૌથી ચર્ચિત ક્રિપ્ટોક્રેન્સી (Cryptocurrency) બિટકોઇન (Bitcoin) ની વેલ્યૂ સોમવારે 13% ના વધારા સાથે નવી ઑલટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ. પહેલા ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાએ કહ્યું હતું કે તેણે ગયા મહિનામાં બિટકોઇનમાં 1.5 અબજ ડોલરના રોકાણ કરે છે. ભારતીય સમય પ્રમાણે સાંજે 7:40 વાગ્યે બિટકોઇન 12.71%ની તેજી સાથે 43,737.73 ડોલર પર ટ્રેડ થયા હતા .
બિટકોઇન માર્કેટકૈપના છેલ્લા 24 કલાકમાં 43,7878.25 ડોલરની સર્વોચ્ચ સપાટી પર છે. 10 દિવસ પહેલા ટેસ્લાના સીઈઓ (CEO) એલન મસ્ક (Elon Musk) ને બિટકોઇનને એક સોસિયલ મીડિયામાં ટેગ કરેલ હતું. તે પછી બિટકોઇનમાં તેજી જોવા મળી હતી. ટેસ્લા એ સોમવારે તે પણ કહ્યું હતું કે તેમને આશા છે કે તે તેની કાર અને અન્ય પ્રોડક્ટ્સનું બિલ બીટકોઈનમાં સ્વીકાર કરેશે.
ટેસ્લા (Tesla) ના રોકાણથી એકવાર ફરી સંકેત મળ્યો છે કે બીટકોઈન રોકાણ કરવા માટે સ્વીકારવામાં આવી રહી છે. આજે જ્યારે વિશ્વભરમાં સરકાર મોટા પ્રમાણ માં રાહત પેકેજો બહાર પાડી રહી છે અને કેન્દ્રિય બેંક મોટી સંખ્યા માં નોટ છાપીને બજારમાં મૂકી રહી છે, જેમ કે બિટકોઇનમાં ભરોસો રાખનારા લોકો કહે છે કે બિટકોઇન મોઘવારીના નુકસાનથી સંપત્તિની વેલ્યૂને બચાવી શકે છે.
ટૂક સમયમાં 45,000 ડોલર પહોચી શકે છે
ફોરેક્સ બ્રોકર ઓંડા કોર્પના સિનિયર માર્કેટ એનાલિસ્ટ એડવર્ડ મોયાએ જણાવ્યું હતું કે જો રિટેલ અને સંસ્થાકીય રોકાણ બિટકોઇનમાં આગામી મહિનાઓ સુધી રોકાણ કરતાં રહેશે તો તે 45,000 ડોલરના સ્તરને પાર કરી શકે છે. આ વર્ષો સુધી બિટકોઇન અમુક અંશે 50% રિટર્ન આપી ચૂકિયો છે. 2 જાન્યુઆરી 2021 નો બિટકોઇન 30,000 ડોલર પર ટ્રેડ થતાં હતા.
માર્ચના ઘટાડા પછી બિટકોઇનની વેલ્યુ 8.84 ગણો વધારે
માર્ચની ગિરવટ પછીના બિટકોઇનની વેલ્યૂ માં 8.84 ગણો વધારો થયો છે. 13 માર્ચ 2020 માં બિટકોઇન 4,970 ડોલરના પર ટ્રેડ થઈ રહ્યા હતા. તે લેવલથી સોમવારના રોજ હાઇએસ્ટ લેવલ પર બિટકોઇનની વેલ્યુ 8.84 ગણી વધી છે. એટ્લે રોકાણકારોને આ સમયગાળામાં 784% નો રિટર્ન આપ્યું છે. 17 ડિસેમ્બર 2020 ના રોજ પહલી વાર 20,000 ડોલરનો લેવલ પાર કરિયું હતું .