ગુજરાતના (GUJRAT ) બનાસકાંઠા ( BANASKANTHA) જિલ્લામાંથી એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં પતિ-પત્નીના સંબંધો પર સવાલો ઉભા થયા છે. અહીં પતિની પત્નીની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે આ શખ્સે તેની પત્નીને 60 લાખ રૂપિયાની વીમા ( 60 LAKH INSUARANCE) રકમનો દાવો કરવા સોપારી આપી હતી.
પોલીસને બાતમી મળી હતી કે, મહિલાનું માર્ગ અકસ્માતનું ( ROAD ACCIDENT) રૂપ આપીને મારવામાં આવી છે.પોલીસે ગત વર્ષે 26 ડિસેમ્બરે માર્ગ અકસ્માતમાં મહિલાના મોતનો ગુનો નોંધ્યો હતો, મૃતકની ઓળખ દક્ષાબેન તરીકે થઈ હતી. મહિલાને વાહને ટક્કર મારી હતી.
પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે જ્યારે મહિલાના પરિવારજનોએ શંકા વ્યક્ત કરી ત્યારે અમે તપાસ શરૂ કરી હતી.કોલ ડેટાની ( CALL DATA) દેખરેખ અને વિશ્લેષણ કર્યા પછી, જાણવા મળ્યું કે મહિલાની હત્યા કરવામાં આવી છે. તેના પતિ લલિતે એક શખ્સને બે લાખ રૂપિયા આપ્યા હતા, જેથી હત્યાને અકસ્માત તરીકે જોઇ શકાય.
મહિલાનો પતિ ઘટનાની ત્રણ મહિના અગાઉ લેવાયેલી વીમા પોલિસીમાંથી 60 લાખ રૂપિયા મેળવવા માંગતો હતો. પોલીસે જણાવ્યું કે 26 ડિસેમ્બરની સવારે લલિત તેની પત્નીને મંદિરમાં લઈ ગયો, તે દરમિયાન પતિએ આરોપી ડ્રાઈવર સાથે તેનું લોકેશન શેર કર્યું.
પોલીસે કહ્યું કે લલિતે ખાતરી આપી હતી કે તે ચાલતી વખતે પત્નીથી અંતર રાખશે. હવે આ પછી વાહનએ મહિલાને વધુ ઝડપે ટક્કર મારી હતી, ત્યારબાદ તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ધાનેરાના આલવાડા ગામના વતની અને હાલ ડીસાની બી.ડી. પાર્ક સોસાયટીમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લલિત ટાંક ( LALIT TANK) ગત 26 ડિસેમ્બરે પત્ની દક્ષાબેન ( DAKSHABEN) સાથે ગેળા ગામે હનુમાનજીના મંદિરે પગપાળા દર્શન કરવા જતો હતો. તે વખતે વહેલી સવારે તેઓ એખ જગ્યાએ આઇસ્ક્રીમ ખાવા ઉભા હતા. ત્યારે જ કાતરવા નજીક કારની ટક્કર વાગતાં દક્ષાબેનનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ કેસમાં સવા મહિના બાદ ભીલડી પોલીસે મળેલા સાંયોગિક પુરાવાના આધારે લલિત ટાંકની અટકાયત કર્યા બાદ પ્રાથમિક પૂછપરછમાં લલિતે પોતે જ હત્યા કરાવી હોવાની કબૂલાત કરી લીધી હતી.
આ ઉપરાંત ઝારખંડમાં પણ એક પતિએ પત્નીને લાકડી વડે માર માર્યો હતો.આ બાબતે પોલીસે બાતમી આપી હતી કે મૃતક મહિલા પેપ કોંડાકેલનો શુક્રવારે રાત્રે પતિ બુધારામ કોંડાકેલ સાથે વિવાદ થયો હતો. આ વાતથી ગુસ્સે થતાં પતિએ પત્નીને લાકડી વડે માર માર્યો હતો.