આજે નાણાંમંત્રી નિર્મલા સીતારામન ૨૦૨૫-૨૬ના નાણાંકીય વર્ષ માટેનું એન.ડી.એ. સરકારનું અંદાજપત્ર સંસદમાં ૨જૂ ક૨શે. એક જમાનો હતો જ્યારે અંદાજપત્ર આવવાનું હોય એની આતુરતાપૂર્વક રાહ જોવાતી. કઈ વસ્તુઓના ભાવ વધશે અને શેના ભાવમાં રાહત મળશે વગેરે બાબતે અટકળો મૂકાતી અને વર્તારા થતા. એ જમાનામાં બજેટ સાંજના ૫.૦૦ કલાકે રજૂ થતું અને ટેલેક્ષ કે ટેલિપ્રિન્ટર પર મોટાં મોટાં અખબારોની કચેરીઓમાં જેમ જેમ બજેટ રજૂ થતું જાય તેમ તેમ એની વિગતો ઊતરતી જતી.
વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો આ અખબારોની કચેરીઓમાં બજેટ સાંભળતાં સાંભળતાં કે પછી વાંચતાં વાંચતાં પોતાના પ્રતિભાવો લખવા માંડતા જેથી બીજા જ દિવસે અખબારોમાં વાચકમિત્રોને દરેક નાણાંમંત્રી શેના પર બોજ નાખે છે તેનો ખ્યાલ આવતો અને સિગારેટથી માંડી રેફ્રીજરેટર તેમજ એરકન્ડીશનર સુધીની વસ્તુઓ મોટે ભાગે મોંઘી થતી, જ્યારે મધ્યમ વર્ગ માટે કરવેરામાં થોડી ઘણી રાહતો અને અતિ નાના ઉદ્યોગો અથવા નાના ઉદ્યોગો માટે પણ રાહતોની સાથોસાથ આયાત/નિકાસની વસ્તુઓ ઉપર ડ્યૂટીનું ભારણ અથવા પ્રોત્સાહન લાભોની જાહેરાતો પણ થતી.
ત્યાર પછી ટેલિવિઝન આવ્યું એટલે બજેટ રજૂ થાય તેની સાથોસાથ એનું ટેલિવિઝન પર પ્રસારણ પણ થતું. કેટલાંક નાણાંમંત્રીઓ એમની કંટાળાજનક ભાષા અને રજૂઆત પદ્ધતિ તેમજ લાંબાલચક બજેટ ભાષણ થકી જોનારાઓને કંટાળો લાવી દેતા, જ્યારે કેટલાંક પોતાની આગવી શૈલીમાં મુદ્દાસરની વાત સાથે રજૂઆત કરી બજેટ સાંભળનારને પણ આનંદ કરાવતા. વડા પ્રધાન નરસિંહરાવના નાણામંત્રી તરીકે ડૉ. મનમોહનસિંહની બજેટ રજૂ કરવાની સ્ટાઇલ એવી હતી કે એ ક્યાંક ટુચકા તો ક્યાંક શેરો-શાયરીથી છવાઈ જતા. મનમોહનસિંહનું નાણાંમંત્રી તરીકેનું ભાષણ સાંભળવું એ એક લહાવો હતો.
૧૯૭૫ બાદ જેટલાં બજેટો રજૂ થયાં એ બધાં સાંભળવાનો તેમજ ડૉ. બકુલ ધોળકિયા જેવા નિષ્ણાત અર્થશાસ્ત્રી તેમજ શ્રી મુકેશ પટેલ જેવા કરવેરા નિષ્ણાત સાથે એનું વિશ્લેષણ વર્ષો સુધી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનના ઑડિટોરિયમમાં રજૂ કરવાનો અમારી ત્રિપુટીનો રેકોર્ડ રહ્યો હશે. લગભગ ૪૦ કરતાં વધારે બજેટ અમે એક સાથે એનાલિસીસ કરીને રજૂ કર્યાં તેનાં સંભારણાં હજુ પણ તાજાં છે. વચ્ચે એક જમાનો શ્રી નાની પાલખીવાળાનો પણ આવી ગયો જ્યારે મુંબઈગરાઓ ખીચોખીચ ભરેલા બ્રેબોર્ન સ્ટેડિયમમાં નાની પાલખીવાળાનું કેન્દ્રીય બજેટ ઉપર ભાષણ સાંભળવા ઉમટી પડતાં. નાની પાલખીવાળાને સાંભળવા એ ખરેખર લહાવો હતો.
આ બધી એ જમાનાની વાતો છે જ્યારે મોટા ભાગની નાણાંનીતિવિષયક બાબતો બજેટ થકી જ રજૂ થતી અને એટલે એ જાણવા માટેની સાહજિક આતુરતા રહેતી. ત્યાર પછી તો મહત્ત્વની નાણાંવિષયક યોજનાઓ અથવા જેનો ભારે નાણાંકીય બોજ પડવાનો હોય તેવી બાબતો પણ આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જાહેર થતી હોય તે સ્થિતિનું નિર્માણ થયું. જીએસટી અંગેના નિર્ણયો જીએસટી કાઉન્સિલ લેવા માંડી અને આવકવેરામાં વધુ ફેરફારો કરવાનો અવકાશ રહ્યો નહીં. આ બધાં કારણોસર બજેટમાં જે આતુરતા હતી તેના રસકસની બાદબાકી થઈ ગઈ અને હાલના નાણાંમંત્રીની બજેટ રજૂ કરવાની પદ્ધતિ પણ ગમે તેવા મૂડનું અપહરણ કરી નાખે તેવી કંટાળાજનક બની રહી.
આ પાર્શ્વભૂમિકામાં ભારત સરકારના બજેટનું જે આકર્ષણ હતું તે પણ હવાઈ ગયું. બાકી રહેતું હતું તે આ વખતે ભારતમાં આગામી વર્ષ મંદીનું રહે એવાં એંધાણ બીજા કોઈ નહીં પણ ભારતીય રિઝર્વ બૅન્કની મોનીટરી પોલીસી કમિટીએ આપ્યા છે. ૪-૬ ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન ઇન્ડિયન મોનીટરી પોલીસીને લગતી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની મીટિંગમાં જે અવલોકન ક૨વામાં આવ્યું તે મુજબ ૨૦૨૪-૨૫ના નાણાંકીય વર્ષના બીજા ત્રૈમાસિકી ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૨૪) દરમિયાન વૈશ્વિક વ્યાપારની અનિશ્ચિતતાઓ વચ્ચે તેમજ ઘરઆંગણે ભારતીય અર્થવ્યવસ્થાએ જે પડકારો વેઠવાના આવ્યા તેના કારણે બીજા ક્વાર્ટર દરમિયાન વિકાસદર ૫.૪ ટકા જેટલો રહેવા પામ્યો હતો. સાથોસાથ ફુગાવાનો દર ઊંચો રહેવા પામ્યો હતો.
૨૦૨૪-૨૫ના સમયગાળામાં ભારતીય અર્થવ્યવસ્થા અગાઉ અંદાજાયેલ ૭ ટકા અથવા તેથી વધુ દરે વિકસવાને બદલે ડીલોઈટે ઇન્ડિયાના સુધારેલા અંદાજ પ્રમાણે જીડીપીનો વૃદ્ધિદર હવે ૬.૫થી ૬.૮ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. ડીલોઈટે દ્વારા ત્યાર પછીના નાણાકીય વર્ષે એટલે કે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જીડીપી વૃદ્ધદર ૬.૭ ટકાથી ૭.૩ ટકા વચ્ચે રહેવાની ધારણા મૂકવામાં આવી છે. રિઝર્વ બૅન્કની મોનીટરી પોલીસીએ ૨૦૨૪-૨૫ના બીજા ત્રૈમાસિકી ગાળામાં જીડીપી વૃદ્ધિદર ધીમો પડવાનું કારણ ઉત્પાદન ક્ષેત્રે મંદીનું વાતાવરણ અને કાંઈક અંશે તેની અસર સંલગ્ન એન્સિલરી સેક્ટર ૫૨ થઈ હોવાનું કહ્યું છે. જો કે જીડીપી વૃદ્ધિદર હજુ પણ નીચો ન સરકી જાય તે માટે મજબૂત ગ્રામ્ય વપરાશ અને સેવા ક્ષેત્રે થયેલ વૃદ્ધિ કારણભૂત ગણી શકાય.
જો કે ડીલોઇટે એવું માને છે કે હજુ પણ જે પ્રકારનાં પરિબળો આકાર લઈ રહ્યાં છે તે જોતાં સાવચેતીભર્યો આશાવાદ રાખવો વધુ યોગ્ય રહેશે, કારણ કે વૈશ્વિક વ્યાપારમાં ચોક્કસ વધારો થઈ રહ્યો છે પણ સાથોસાથ રોકાણમાં ઘટાડો થઈ રહ્યો છે. ભારતને લાગેવળગે છે ત્યાં સુધી આપણે વૈશ્વિક વ્યાપારમાં માંડ ૧.૭૫ ટકા જેટલો ફાળો ધરાવીએ છીએ એટલે આ મોરચે ખાસ હરખાવા જેવું નથી. આ ઉપરાંત વિવિધ પરિબળોને કારણે (ખાસ કરીને) વિદેશી રોકાણ ભારતમાંથી ચીન તેમજ અન્યત્ર સ્થળાંતર કરી રહ્યું છે તે જોતાં) રૂપિયો ડૉલરની સરખામણીમાં ઘસાતો જાય છે એને કારણે બે પરિસ્થિતિ ઊભી થવાની છે.
એક, ડૉલરની સરખામણીમાં રૂપિયાનું મૂલ્ય ઘટતાં ભારતને આયાત મોંઘી પડશે અને તેટલે અંશે વધારાનું હૂંડિયામણ જોઈશે. દુનિયામાં આપણે શસ્ત્રોના સૌથી મોટા આયાતકાર છીએ. તે ઉપરાંત ક્રુડઑઇલ પણ આપણી કુલ જરૂરિયાતના ૮૦ ટકા કરતાં વધારે આયાત કરીએ છીએ. બાકી રહેતું હતું તે ડોનાલ્ડ ટ્રમ્પના રાજમાં હવે ભારતને રશિયા પાસેથી ક્રૂડ આયાત કરવા ઉપર પ્રતિબંધ મુકાયો છે એટલે આપણે અખાતના દેશોમાંથી અથવા અમેરિકા પાસેથી ફરજિયાત ડૉલર ખર્ચીને ક્રુડ આયાત કરવું પડશે.
વર્ષે દહાડે ૮૦,૦૦૦ કરોડ રૂપિયાનું ખાદ્યતેલ આપણે આયાત કરીએ છીએ. મોટા પાયે ઇલેક્ટ્રોનિક્સ સ્પેરપાર્ટ્સ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય હાઇટેક વસ્તુઓ તેમજ ઓટોપાર્ટ્સ વગેરે પણ આપણે આયાત કરીએ છીએ. ફાર્માસ્યુટિકલ્સ એક્ટીવ ઇન્ગ્રીડીયન્ટ્સમાં મહદ્ અંશે આપણે આયાત ઉપર આધારિત છીએ. અત્યાર સુધી અમેરિકા આપણું પહેલા નંબરનું વ્યાપાર ભાગીદાર હતું. અમેરિકા સાથે આપણે ટ્રેડ સરપ્લસમાં વ્યાપાર કરતા હતા એટલે કે આપણી આયાત કરતાં નિકાસ વધારે હતી. હવે ચીન આપણું પહેલા નંબરનું વ્યાપાર ભાગીદાર બન્યું છે અને એની સાથે આપણે ટ્રેડ ડેફીસીટ એટલે કે વ્યાપાર ખાધથી વ્યાપાર કરીએ છીએ. આપણી ચીન સાથેની વ્યાપારખાધ વર્ષે દહાડે લગભગ ૮૫૦૦ કરોડ ડૉલર જેટલી છે. રૂપિયાનું ઘસાવું, અમેરિકા ટેરિફ નાખે તો નિકાસ ઘટવી, આયાતનું મૂલ્ય ડૉલર મજબૂત થવાને કારણે વધવું એ કેટલાંક બહારી કારણો છે, જે આપણી અર્થવ્યવસ્થાને પીડે છે.
આ ઉપરાંત દેશમાં રિઝર્વ બૅન્કની મોનીટરી કમિટી ૪-૬ ડિસેમ્બર, ૨૦૨૪ની મીટિંગમાં કહ્યું તેમ શહેરી વપરાશનું ઘટવું તેમજ ઔદ્યોગિક ઉત્પાદનના વૃદ્ધિદરમાં નકારાત્મક વધારો ફુગાવાના દરમાં વધારો થવાની શક્યતાઓ આ બધાના કારણે આપણે ગ્રામ્ય બજારની ખરીદશક્તિ, કૃષિ ઉત્પાદન મૂલ્યમાં વૃદ્ધિ તેમજ સેવાકીય ક્ષેત્રમાં વધારો જેવા સેક્ટર ઉપર આધારિત રહેવું પડશે. આપણી અર્થવ્યવસ્થાનું કદ વધે છે, એમ કહી કૂદકા મારવાનો કંઈ અર્થ નથી, કારણ કે આપણી વસતી વધારે છે અને એને કારણે એની ન્યૂનતમ જરૂરિયાતો માટે પણ એ વધારે ખરીદી કરે છે ત્યારે ભારત પોતાની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ માટે નિકાસ વ્યાપારમાં જંગી વધારા ઉપર પણ આશા રાખી શકે તેમ નથી.
આયાત વ્યાપાર વધે તો વિદેશી હૂંડિયામણની પરિસ્થિતિ કથળે તેવી સ્થિતિ ઉત્પન્ન થશે ત્યારે માત્ર કરવેરા ઉપર આધારિત આવક ઉપર નવાં રોકાણો તેમજ રોજગારીની તકો ઊભી કરવા માટેની પ્રવૃત્તિઓ ઉપર આધાર રાખી શકાય નહીં. આ પરિસ્થિતિમાં નાણાંમંત્રી જો વિકાસને પોષવા માટે કેઇન્સની થિયરી પ્રમાણે ખૂબ વધુ નાણાં ખૂબ વધુ લોકોના હાથમાં મૂકવા માગે તો એ નાણાં આવશે ક્યાંથી? એનો જવાબ સહેલાઈથી જડતો નથી. આટલું જેમ ઓછું હોય તેમ જો કૃષિ ઉત્પાદનની સ્થિતિ ઉપર ઘટાડાનું જોખમ આવે તો પડતા ઉપર પાટુ મારવા જેવી સ્થિતિ હશે. સીધા અને આડકતરા કરવેરા, જીએસટી વગેરે બધી જ આવકો ભેગી કરીએ તો પણ બે છેડા મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.
આ સ્થિતિમાં જો વિકાસ માટે અને તે પણ ખાસ કરીને આંતર માળખાકીય સવલતોના વિકાસ માટે વધુ નાણાં જોઈતાં હોય તો હયાત અસ્ક્યામતો વેચવી, ખાનગીકરણ થકી આંતર માળખાકીય સવલતોના પ્રોજેક્ટને મોટું પ્રોત્સાહન આપવું અને આ બધું કરતાં પણ ના પહોંચી વળાય તો છેવટે ફિસ્કલ રિન્સોન્સિલિબિટીની જોગવાઈઓને તડકે મૂકી ફિસ્કલ ડેફીસીટ ૬થી ૭ ટકા જેટલે પહોંચે તો પણ હિંમત કરી, ફુગાવાનું અને મોંઘવારીનું જોખમ લઈ એ જ એક માત્ર રસ્તો કદાચ નાણાંમંત્રી પાસે ખુલ્લો રહેશે.
હાલના સંયોગોમાં જ્યારે સરકાર ચારે તરફથી ટીકાઓ વેઠી રહી છે ત્યારે વડા પ્રધાન અને નાણાંમંત્રી આગામી બજેટને ૬થી ૭ ટકા સુધીની નાણાંખાધ વેઠવી, બિનજરૂરી આયાતો ઉપર કાપ મૂકવો, જરૂરી આયાતોમાં ફરજિયાત હોય તેટલી જ રેશનિંગથી પૂરી પાડવી અને દેશમાં શ્રમપ્રચુર તેમજ પ્રમાણમાં ઓછી મૂડીથી ચાલુ થઈ શકે એવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રોજગારીમાં વધારો કરવો જેવાં આક્રમક અને બિન ચીલાચાલુ પગલાં લેવાં પડશે. ભારત વિશ્વગુરુ થવાને પગલે પહેલાં ચેરિટી બિગિન્સ એટ હોમ એટલે કે ઘરનું આંગણું સાફ રાખોની નીતિ અપનાવે તે આવનાર પાંચ વર્ષ ભારતની અર્થનીતિ સામેના મોટા પડકારોમાંનો એક હશે.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.