મહારાષ્ટ્રનાં વાડા તાલુકાના શીલોતર ગામના ખેડૂત મધુકર બાબુરાવ પાટીલ પરેશાન છે. માવઠાના કારણે એમની જમીનમાં પાક સાફ થઇ થયો છે. પશુ માટે ચારો પણ રહ્યો નથી. એમણે સરકારમાં પાક વીમા વળતર માટે અરજી કરી અને એને શું મળ્યું? રૂ. ૨.૩૦/- રોકડા સવા બે રૂપિયા. અને એની જમીન કેટલી છે? ૧૧ એકર. આ તો મસ્કરી છે અને વિપક્ષોએ આ મુદે મહારાષ્ટ્રની એનડીએ સરકારને આડે હાથ લીધી છે. ઉદ્ધવ ઠાકરેએ તો એમ કહ્યું છે કે, આ તો ખેડૂતની મશ્કરી છે. ખેડૂતને પ્રતિ હેક્ટર રૂ. ૫૦,૦૦૦ દેવા જોઈએ અને દેવું માફ કરવું જોઈએ.
ગુજરાતમાં પણ માવઠાની અસર ઘાતક છે. લગભગ અડધોઅડધ જમીનમાં પાક ધોવાયો છે. અને સરકારે આખરે રૂ. ૧૦,૦૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. વર્તમાન સહાય ધોરણો નીચા છે. ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોય એ જ ખેડૂતને બે હેક્ટર સુધી જ સહાય મળે છે. નવા પેકેજમાં આ ધોરણો કરતા વધુ સહાય જાહેર કરી છે. એ પણ નોંધવું રહ્યું કે, પ્રધાનમંત્રી બીમાં ફસલ યોજના ગુજરાતે અપનાવી નથી. અને મુખ્યમંત્રી વીમા યોજના લાગુ છે. આવું શા માટે બન્યું છે એ તો ભાજપની બંને સરકારો જાણે.
કદાચ માવઠાથી આવું નુકસાન ગુજરાતમાં પહેલીવાર થયું છે. બીજી બાજુ ભાજપ સરકારની મજબૂરી પણ છે. કારણ કે, આવતા વર્ષની શરૂઆતમાં પાલિકા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે અને એમાં વળતરનો મુદો ઉઠે અને એ સરકારની વિરુદ્ધ જાય એ સ્વાભાવિક છે. એટલે સરકાર સહાયનું પ્રમાણ વધાર્યું છે. છલ્લા થોડા દિવસથી સરકાર અને તંત્ર દ્વારા આ મુદે કવાયત ચાલતી હતી. હવે ખેડૂતોની નારાજગી ઓછી થશે.
જો કે, ગુજરાત સરકારે વિદેશોમાં ખેડૂતોને આવી સ્થિતિમાં નુકસાન થાય ત્યારે કઈ રીતે સહાય થાય છે એ મોડેલનો અભ્યાસ કરવો જોઈએ. એમાં નુકસાની ઉપરાંત ભાવ ફર્કને પણ મહત્વ અપાય છે. જેમની મગફળી બચી છે અને સરકાર ખરીદી કરવાની છે. અત્યારે મિલો દ્વારા ખરીદી બંધ છે. કારણ કે મગફળીમાં ભેજ છે. સરકારે ખરીદીનાં ભાવ પણ જાહેર કર્યા છે હવે જોવાનું એ છે કે, કઈ રીતે ખરીદી થાય છે અને ખુલ્લા બજારમાં ભાવ શું રહે છે.
દાદરા દમણ-દીવની ચૂંટણીમાં સુરતવાળી!
સુરતની લોક્સભાની ચૂંટણી યાદ છે? ભાજપના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા. ૨૦૨૪ની ચૂંટણીમાં આવો એક જ કિસ્સો આ આખા દેશમાં બન્યો હતો. સામે કોન્ગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી હતા અને એમનું ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થયું હતું અને બાકીના ઉમેદવારો પણ ખસી ગયા હતા અને દલાલ લડ્યા વિના જીતી ગયા હતા. આવું જ કંઈક દાદરા દમણની સ્થાનિક ચૂંટણીમાં બન્યું છે. દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ લગભગ ૭૫ ટકા બેઠકો બિનહરીફ જીતી છે. હવે આ મામલો વિવાદનું કેન્દ્ર બન્યો છે.
સુરતની જેમ જ આ સમગ્ર મામલો નામાંકનપત્રો રદ થવાં અને વિપક્ષ દ્વારા કરવામાં આવેલા કાવતરાના આક્ષેપો સાથે જોડાયેલો છે. કોંગ્રેસ પક્ષે આરોપ મૂક્યો છે કે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે કાવતરું કરીને મોટા ભાગના વિપક્ષી ઉમેદવારોનાં નામાંકનપત્રો રદ કરવામાં આવ્યાં છે. કોન્ગ્રેસના ૮૦% ઉમેદવારોનાં ફોર્મ રદ કરવામાં આવ્યાં. કોંગ્રેસે આ ઘટનાને વોટ-ચોરી ગણાવી છે અને જણાવ્યું છે કે ભાજપે સમગ્ર ચૂંટણીનું ‘હાઇજેક’ કરી લીધું છે, કારણ કે ભાજપના એક પણ ઉમેદવારનું ફોર્મ રદ થયું નથી. હવે આખો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. વિરોધ પક્ષે બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને આક્ષેપોને પડકાર્યા છે.
સુરત બેઠક પર મતદાન થાય તે પહેલાં જ મુકેશ દલાલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ૨૧ એપ્રિલ ૨૦૨૪ના રોજ, ચૂંટણી અધિકારીએ બિન-ભાજપના ઉમેદવારોનાં નામાંકનપત્રોની ચકાસણી હાથ ધરી. મુખ્ય વિપક્ષ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેમના વૈકલ્પિક ઉમેદવાર સુરેશ પડશાળાનાં નામાંકનપત્રો રદ કરવામાં આવ્યું. મુખ્ય કારણ એ હતું કે, ફોર્મમાં ત્રણ પ્રસ્તાવકોની સહીઓ તેમની યાદી સાથે મેચ થતી ન હતી અથવા તેમણે પોતે જ સહીઓ અસ્વીકાર કરી હતી.
આ ટેકનિકલ ખામીના આધારે બંનેનાં ફોર્મ રદ થયાં. અપક્ષો અને અન્ય નાના પક્ષોના ઉમેદવારોનાં ફોર્મ પણ વિવિધ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવ્યાં. હવે એવું જ દાદરા, દીવ, દમણમાં બની રહ્યું છે. ભારતના ચૂંટણી ઇતિહાસમાં સુરત (૨૦૨૪) પહેલાં, લોકસભાની ચૂંટણીમાં કુલ ૨૭ કિસ્સાઓ નોંધાયા છે જેમાં ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હોય. ૨૦૨૪માં ઇન્દોરમાં પણ કોન્ગ્રેસના ઉમેદવાર છેલ્લી ઘડીએ ખસી જતાં ભાજપ માટે વોક ઓવરની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક ચૂંટણીઓમાં બિનહરીફ બેઠકો થાય છે પણ આટલી મોટી સંખ્યામાં બને ત્યારે શંકાઓ ઊભી થાય એ સ્વાભાવિક છે. હવે કોર્ટ શું ચુકાદો આપે છે એના પર મીંટ રહેવાની.
હરિયાણામાં કોંગ્રેસને ઝટકો
રાહુલ ગાંધીએ હરિયાણાની ચૂંટણીમાં વોટ-ચોરીના મુદે્ પ્રેસ કોન્ફરન્સ યોજી ઘણા બધા આક્ષેપો ચૂંટણી પંચ અને ભાજપ પર કર્યા છે. એમાંથી કેટલા સાચા પડે છે અને આ મુદે્ કોર્ટમાં કેસ થાય છે કેમ? એ તો દૂરની વાત છે પણ હરિયાણા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે અને મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ મંત્રી સંપત સિંહે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને ચાર પાનાંના રાજીનામામાં જે વાત લખી છે એ વધુ ગંભીર છે. એમણે પોતાની બેઠક બદલવી, મંત્રીમંડળમાં સ્થાન ના આપવું. ચૂંટણી હાર્યા બાદ વિપક્ષી નેતા તરીકે હુડાની પસંદગી મુદે્ વિરોધ કર્યો છે. એમણે કહ્યું છે કે, કુલદીપ બિશ્નોઈથી માંડી નવીન જીન્દલ પક્ષ કેમ છોડી ગયા એ મુદે્ પણ વિચારવું જોઈએ. કોંગ્રેસે હજુ આ મુદે્ કોઈ પ્રતિભાવ આપ્યો નથી અને સિંહ કોઈ અન્ય પક્ષમાં જશે કે કેમ એય સ્પષ્ટ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.