વડોદરા : આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગમચેતીના ભાગરૂપે બાકી રહેલી કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સરદાર બાગ સ્વીમિંગ પૂલ છેલ્લા ત્રણ વરસથી કાર્યરત નહીં થતા વિસ્તારના સ્વિમરોમાં નારાજગી વ્યાપી ગઈ છે. મળતી માહિતી અનુસાર સરદારબાગ સ્વિમિંગ પુલના ફિલ્ટરેશન પ્લાન્ટમાં યાંત્રિક ખામી સર્જાઈ છે.જેને લઈને પુલના પાણીમાં માટી આવી ગઈ હતીઅને પુલની અંદરની ટાઈલ્સ પણ ઉખડી ગઈ હતી.
જેથી તેનું રીપેરીંગ કરવું જરૂરી હતું.જોકે આ વાત વર્ષ 2019 ના 7 માં મહિનાની છે. જે બાદ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં નહીં આવતા આજે સ્વીમીંમગ પુલ બંધ હાલતમાં છે. આગાઉ પણ મેન્ટેનન્સના બહાને ઘણી વખત પુલ બંધ થઈ ચુક્યા છે.પરંતુ આ વખતે રિપેરીંગના બહાને બંધ થયેલો પુલ ત્રણ વર્ષ પછી પણ ફરી શરૂ થયો નથી. જેથી લોકોમાં ભારે નારાજગી છે. ઉનાળુ વેકેશનમાં સ્વિમર અને શિખાઉ બંને સરદાર બાગનો પુલ રીપેરીંગના બહાને બંધ થઈ જતા મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. થોડા સમય પહેલા થાય સમિતિના અધ્યક્ષ એ લાગતા વળગતા અધિકારીઓ સાથે બેઠક પણ બોલાવી હતી અને આ સ્વિમિંગ પૂલ ચાલુ કરવા માટે પ્રતિભાવો મેળવ્યા હતા. આજદિન સુધી સ્વિમિંગ પૂલ જરૂર ન થતા વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
એસ્ટીમેન્ટ પણ પૂર્ણતાના આરે : મેયર
શહેરના પશ્ચિમ વિભાગમાં આવેલ સરદાર બાગ સ્વીમિંગ પુલ પણ એક સમયમાં કાર્યરત થઈ જશે તેવું મેયર કેયુર રોકડીયા જણાવ્યું હતું.તેમણે એમ પણ જણાવ્યું હતું કે ટેન્ડર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને એસ્ટીમેન્ટ પણ પૂર્ણતાના આરે છે.ત્યારબાદ સત્વરે સ્વિમિંગ પુલની કામગીરી હાથ ધરાશે.આશરે 3 થી 4 માસમાં જ તમામ કામગીરી પૂર્ણ કરીને પશ્ચિમ વિસ્તારના રહીશો માટે સ્વિમિંગ પૂલ ખુલ્લો મુકાશે : કેયુર રોકડીયા,મેયર