રાજકોટ: રાજકોટ (Rajkot) -અમદાવાદ (Ahmedabad) હાઇવે (Highway) પર સાયલા (Saila) નજીક ફિલ્મે ઢબે લૂંટ (Robbery) ચલાવી હોવાની ઘટના સામે આવી છે. લૂંટારૂઓએ અંદાજે 1400 કિલો ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઇજીની સૂચના મુજબ SPના સુપરવિઝન હેઠળ અલગ-અલગ 15થી 17 ટીમ બનાવી નાકાબંધી કરી છે. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
કારમાં આવી લૂંટારૂએ લૂંટ ચલાવી
શનિવારે સુરેન્દ્રનગરના સાયલા હાઇવે પર લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ફિલ્મે ઢબે લૂંટ ચલાવવાતા પોલીસ દોડી થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ 3 કારમાં આવેલ લૂંટારૂઓએ સાયલાથી અડધઓ કિલોમીટર દૂર મોર્ડન સ્કૂલ રોડ પર એક ગાડીને રોકી હતી. પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી હતી. ત્યાર ફરિયાદીઓની કારમાં દારૂ હોવાનું કહી ગાડીની તપાસ હાથ ધરી હતી. ત્યારે બાદ ફરીયાદીઓને માર મારીને 1400 કિલો ચાંદી અંદાજિત રૂપિયા 3 કરોડ 88 લાખની ચાંદી અને ઈમીટેશન જ્વેલરીની લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સમગ્ર સાયલા હાઇવે પોલીસ છાવણીમાં ફેરવાયો
મળતી માહિતી મુજબ1400 કિલો ચાંદી અંદાજિત રૂ. 3 કરોડ 88 લાખની ચાંદી અને ઇમિટેશન જ્વેલરીની લૂંટની ઘટના સમગ્ર સાયલા હાઇવે પોલીસ-છાવણીમાં છવાઈ ગયો હતો. આ લૂંટની ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત, એલસીબી અને એસઓજી પીઆઇ સહિત રાજકોટ રેન્જ આઇજીની 15થી 17 ટીમ દ્વારા નાકાબંધી કરવાની સાથે ત્રણ ગાડીમાં આવેલા લૂંટારાઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
લૂંટારૂઓ માર મારી ફરાર થઈ ગયા
આ ઘટના મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશ દૂધાતે જણાવ્યું કે સાયલા હાઈવે નજીક રસ્તા વચ્ચે ત્રણ ગાડીવાળાએ એક ફોર-વ્હીલ ગાડીચાલકને રોક્યો હતો. જ્યાં બે લોકો ગાડી ચાલકને અજાણી જગ્યાએ લઈ ગયા હતા. અને ત્યાર બાદ પોતાની આળખ પોલીસ તરીકે આપી હતી અને કારમાં દારૂ હોવાનું કહી ગાડીવાળાને માર માર્યો હતો. અને ત્યાર બાદ ગાડીમાં મૂકેલો કુરિયરનો જ્વેલરીનો સામાન લઈને ફરાર થઈ ગયા હતા. આશરે 3 કરોડ 80 લાખની કિંમતની ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ થઈ છે. આ ઘટના બાદ રાજકોટ રેન્જની 15થી 17 ટીમ દ્વારા હાઇવે પર નાકાબંધી કરી લૂંટારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટની પાર્સલ ઓફિસમાં પોલીસની તપાસ
આ ઘટનાની તપાસમાં પોલીસની ટીમ રાજકોટના રણછોડનગર શેરી નંબર 4માં આવેલ ન્યુઝ એર સર્વિસ નામની પાર્સલ ઓફિસ ખાતે પહોંચી છે. જ્યાં પોલીસ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. આ સાથે જ અલગ અલગ હાઇવે પરના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. સમગ્ર હાઇવે પર પણ નાકાબંધી કરવામાં આવી છે. પાર્સલ ઓફિસથી શરૂ કરી હાઇવે સુધી તમામ સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. આ તપાસમાં ગાડી પાર્સલ ભરી રાત્રિના 9.40 વાગ્યે રણછોડનગરમાંથી રવાના થઈ હોવાનું સામે આવતા તે પહેલા અને પછીના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે.