મુંબઈ: તાપસી પન્નુએ (Tapasi Pannu) ટોલિવુડ અને બોલીવુડ બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film Industry) કામ કર્યું છે. હાલમાં જ ફેમિના બ્યુટીફુલ ઈન્ડિયન્સ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાપસીની સાડીએ તમામની દ્રષ્ટિને પોતાની તરફ આકર્ષી લીઘી હતી. તાપસીના આ સુંદર લૂકને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
તાપસી પન્નુએ ઘણી બધી બાયોપિકમાં કામ કર્યું છે. તાપસીએ સાંડ કી આંખમાં પ્રકાશી તોમર તેમજ તેની આગામી ફિલ્મ શાબાશ મિથુમાં મિતાલી રાજનું પાત્ર ભજવ્યું છે. બાયોપિક ઉપર કામ કર્યા બાદ તેના માટે વાસ્તવિક જીવનનું પાત્ર ભજવવું સરળ બની ગયું હશે તેવી ધારણા બાંઘવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે પ્રેરણાદાયી વ્યક્તિત્વને સ્ક્રીન પર જીવનમાં લાવવા માટે તાપસી કરતાં શ્રેષ્ઠ કોઈ ન હોઇ શકે.
તાપસી પન્નુને તાજેતરમાં જ સીએનબીસી-ટીવી18 દ્વારા આયોજિત ઈન્ડિયા બિઝનેસ લીડર એવોર્ડમાં એન્ટરટેઈનમેન્ટ લીડર ઓફ ધ યરનો પુરસ્કાર મેળવ્યો છે. આ પુરસ્કાર તેમને નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આપવામાં આવ્યો છે. આ એવોર્ડ ફંકશનમાં તાપસીએ તેની ઈચ્છા વ્યકત કરી હતી. તેણે જણાવ્યુ હતું કે નિર્મલા સીતારમણની બાયોપિકના પ્રોજેક્ટનો ભાગ બનવા મળશે તો તે તેના માટે સન્માનની વાત હશે. જો કે અત્યાર સુધી નિર્મલા સીતારમણ પર બાયોપિક ફિલ્મ બનાવવાના કોઈ સમાચાર નથી. એવી સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે કે જો તાપસીએ તેની ઈચ્છા વ્યક્ત કરી છે, તો કદાચ કોઈ નિર્માતા નાણામંત્રી પર બાયોપિક ફિલ્મ બનાવવાનું વિચારશે.
આ સાથે તાપસીએ એવોર્ડ ફંકશનમાં ફિલ્મ જગતમાં એકટર તેમજ એકટ્રીસને આપવામાં આવતી ફીમાં જે તફાવત કરવામાં આવે છે તે અંગે પણ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતાં. તાપસીની ફિલ્મોની વાત કરીએ તો તેની છેલ્લી રિલીઝ ફિલ્મ લૂપ લપેટા છે. અગાઉ, તેણીએ ફિલ્મ રશ્મિ રોકેટમાં એક એથ્લેટ અને સાંદ કી આંખમાં શૂટર પ્રકાશી તોમરની ભૂમિકા ભજવી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીયે તો તાપસી હવે આગામી બાયોપિક શાબાશ મિથુમાં જોવા મળશે જેમાં તાપસી પન્નુ મિતાલી રાજની ભૂમિકામાં છે. આ સિવાય પન્નુએ ‘વો લડકી હૈ કહાં’નું શૂટિંગ પણ પૂર્ણ કર્યું છે. તેમની પાસે અનુરાગ કશ્યપની અન્ય હિન્દી ફિલ્મો છે જેમાં દોબારા અને બલ્લાર સામિલ છે.