સુરત: સુરતમાં (Surat) વિજયાદશમીની (Vijyadashami) રંગારંગ ઉજવણી (Celebration) દરમિયાન મહિધરપુરા (mahidharpura) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરવાનગી વિના જ રાવણના (Ravan) પૂતળા દહનમાં ડીજે સાથે લોકો નીકળતા ભારે હોબાળો થયો હતો. ઘર્ષણની (Fight) ઘટનામાં મહિલાઓ (Ladies) પણ સામેલ થઈ જતાં માહોલ વધુ બગડ્યો હતો. મહિધરપુરા પોલીસે (Police) એક મહીલા સહીત પાંચની અટકાયત કરી છે.
એટલું જ નહીં પણ પોલીસની મધ્યસ્થી બાદ ઘણા દારૂના નશામાં હોવાનું બહાર આવતા પોલીસે એકને ઝડપી લીધો હતો. માટે ઉપસ્થીત લોકો પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા હોવાના વિડીયો સામે આવ્યા હતા. સાથે સાથે મહિલાઓ પણ પોલીસ સાથે ઝપાઝપીમાં ઉતરી પડતા માહોલ વઘુ ગરમાયો હતો. જે પૈકી એક મહિલાની અટકાયત કરવામાં આવી હતી.
મહિધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈએ કહ્યું કે, રાવણ દહનને લોકો ડી.જે.સાથે રાવણનું પૂતળું બાળવા નીકળ્યા હતા. જેમાં ડી.જે.ની પરવાનગી નહતી. છતાં ડી.જે. કાઢવામાં આવ્યું હતું. પોલીસે ડી.જે.વાળા સામે કાર્યવાહી કરતા પોલીસ સાથે ઘર્ષણ કરાયું હતું. લોકો ઝપાઝપી કરવા પર ઉતરી આવ્યા હતાં. લોકો દ્વારા પોલીસની સુચનાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
ડી.જે.સાથે રાવણ દહન માટે નીકળેલા કેટલાક લોકોએ દારૂનો નશો કર્યો હતો. જે લોકો સામે પણ કાર્યવાહી કરવા જતા અડચણ ઉભી કરવામાં આવી હતી. ઘટનામાં પોલીસે બે જાહેરનામાં અને ત્રણ પ્રોહીબિશનના ગુના દાખલ કર્યા છે. જેમાં કુલ 5 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક મહિલા આરોપીનો પણ સમાવેશ થાય છે. લોકોનું કહેવું છે કે પોલીસે કારણ વગર લોકોને હેરાન કર્યા હતાં પરંતુ તેઓએ કાયદાને હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે ઘટના મંગળવારની રાતની હતી. મહિધરપુરા પોલીસ સ્ટેશન બહાર પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મહિલા-પુરુષોના પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. વધુમાં જાણવા મળ્યુ હતું કે, દારૂના નશામાં ધૂત યુવકને પકડી લઈ જતી પોલીસ સાથે લોકોનું ઘર્ષણ જોઈ ઉપસ્થિત તમામ લોકોને આશ્ચર્ય થઈ રહ્યું હતું. લોકો દ્વારા પોલીસ ખોટી રીતે યુવકને પકડી લઈ જતી હોવાનો આરોપ સાથેનો વિડીયો પણ વાઈરલ કરવામાં આવ્યાં હતાં. સાથે યુવકને છોડાવવા મહિલાઓ પણ પોલીસ સ્ટેશન પહોંચી હતી.