પલકારમાં મોટી થઇ ગઇ ઢીંગલી ઢીંગલી રમતી’તી
કાલ સુધી મુજ લાડકડીને વાત પરીની ગમતી’તી
રિસામણાંને મનામણાંનો અવસર અમથો ઝૂકી ગયો,
માંડ સાચવેલ ઝળઝળિયાનો કળશ આખો ફૂટી ગયો
સાફો પહેરી જાન લઇને આવ્યો એ તો લૂંટી ગયો.
રોજે રોજ દહેજની માંગણીથી અપાતો ત્રાસ, બળાત્કારની ઘટનાઓથી આપણે સૌ પરિચિત છીએ. નિર્દોષ નારીની હાલત સમાજમાં એક કુલડી જેવી છે, જેમ માટીની કુલડી પડતાં જ તૂટી જાય એમ માતા પિતા, ભાઇ અને બીજા પરીવારજનોની વાહલી દીકરીની આવી હાલત થાય તો એમના પરીવાર પર તો જાણે આફતનો પહાડ જ તૂટી પડે. વળી બળાત્કાર, ગંગરેપ જેવી ઘટનાઓથી કેટલીય ફૂલ જેવી બાળકીઓ, નારીઓ ચૂંથાઇ જાય છે. દ્રૌપદીના ચીર હરણ વખતે જેમ શ્રીકૃષ્ણએ તેની લાજ બચાવી હતી પરંતુ આજે એવું કોઇ નથી. ભગવાન તો કદાચ તેમની લાજ જતી અટકાવવા અસમર્થ છે પરંતુ સમાજના દરેક વ્યકિતઓ એક સન્માનની નજરથી દરેક નારીને જુએ તો કદાચ આવા બનાવો બને જ નહિ. આપણે સૌ વિચારીએ કે બીજું બધું પછી પરંતુ સન્માન અને જિંદગીને દાવ લગાવી દે એવી ઘટનાઓથી બચાવીએ તો જ ખરા અર્થમાં મહિલા દિવસની ઉજવણી સાર્થક ગણાશે.
સુરત – યાશિકા કિરણ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શરીરનાં રોગો છે 10 ટકા મનનાં રોગો 90 ટકા
દેશના સદ્દનસીબે આપણા દેશમાં લાંબા સમય બાદ કોરોના હળવો થયેલ છે ત્યારે આગામી ઉત્તરાયણ સહિતના મિલનવાળા તહેવારમાં કોરોના વધે નહી તે માટે દરેક નાગરિકોએ સચેત રહેવાની જરૂર છે. આજે પણ યુરોપના બ્રિટન સહિતના દેશોમાં વાઈરસના બદલાયેલ સ્વરૂપે તરખાટ મચાવેલ છે જેમાંથી આવા દેશોના નાગરિકોની સ્થિતિ વિકટ બનેલ છે. આવી સ્થિતિ આપણા દેશની પુન: ન બને તે માટે દરેક નાગરિકો માસ્ક પહેરે અને સ્ટીમનો નાસ લે તે અત્યંત જરૂરી છે. એક આંતરરાષ્ટ્રીય જનરલમાં વૈજ્ઞાનીકોના તાજેતરમાં બહાર આવેલ એક સંશોધન અહેવાલ પ્રમાણે 70 ટકા નાગરિકો માસ્ક પહેરે તો કોરોના નાબૂદ કરી શકાશે. માસ્ક પહેરતા નથી અને પોલીસોને દંડ ચૂકવી રહ્યા છે જેની કુલ રકમ કરોડો રૂપિયામાં જાય છે.
મુંબઈના ડોકટરોના એક અભ્યાસ પ્રમાણે સ્ટીમનો નાસ લેવાથી કોરોનાનું સંક્રમણ ફેલાતું નથી. કોરોના મહામારી રોકવા માટે શરીરની રોગપ્રતિકારક શકિત વધે તે માટે આયુર્વેદ દવાઓ અને ઉકાળાઓ નાગરિકો નિયમીત લેતા થયા છે. સામાન્ય રીતે કોરોનાનો આજનો અત્યંત જરૂરી વિચાર જેના પર કોઈ વિચાર થતો નથી. શરીરના રોગો લગભગ 10 ટકા મનાય છે જ્યારે માનસિક રોગો 90 ટકા મનાય છે. આજે આપણે માત્ર એકલા 10 ટકા શરીરની રોગોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ચિંતીત છીએ અથવા જાણતા નથી જેની ખરેખર ચિંતા સર્વે નાગરિકોએ શકિત અને સરકારે કરવાની જરૂર છે. કોરોના કાળમાં આજે જ્યારે ધાર્મિક સ્થાનો લગભગ બંધ અવસ્થામાં છે ત્યારે નાગરિકોએ એ ઘરે બેસીને આંતરીક મનની શકિત ધ્યાન દ્વારા જ જગાવવી પડશે.
અમદાવાદ – પ્રવિણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.