કાલોલ, : વેજલપુર પોલીસ મથકે ખડકી ટોલનાકાના સિક્યુરિટી ગાર્ડ તેમજ ગોધરાના ઈદ્રીશ મોહમ્મદ ઝભા એ પોતાની સામસામી ફરિયાદો નોંધાવી જેની વિગત મુજબ ઈદ્રીશ મહમ્મદ ઝભા પોતાના ત્રણ મિત્રો સાથે રવિવારે રાત્રે ગોધરાથી પોતાની સેન્ટ્રો ગાડી લઈ કાલોલ તરફ જવા નીકળ્યો હતો ત્યારે ગોધરા વડોદરા હાઇવે ઉપર ખડકી ટોલનાકા પાસે તેને ફ્રી ટોલ ગેટ ને બદલે પેઇડ ટોલ ગેટ ઉપર પોતાનું વાહન લેતા ટોલનાકાના કર્મચારી દ્વારા ગાડી પાછી લઈ ફ્રી કાર લેન માંથી પોતાનું વાહન પસાર કરવા જણાવેલ પરંતુ ગાડીની પાછળ બીજા વાહનો લાઈનમાં આવી ગયા હોવાથી ગાડી પરત લઇ શકાઈ નહીં અને આગળ જઈ જઈ ચા નાસ્તાની લારી ઉપર ગાડી ઉભી રાખી તે સમયે ટોલનાકે ફરજ બજાવતા ત્રણ થી ચાર કર્મચારીઓ એ આવીને નામ પૂછી ગંદી ગાળો બોલી લાકડી અને દંડા વડે મારામારી કરી હતી.
જેમાં એક ઈસમે મોઢા પર પથ્થરનો ટુકડો મળેલ અને પાઈપ અને દંડા વડે મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જ્યારે સામે પક્ષે ખડકી ટોલનાકા ઉપર છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવતા નરેન્દ્રસિંહ અદેસિંહ ચૌહાણ નામના સિક્યુરિટી ગાર્ડે સેન્ટ્રો કાર માં આવેલા ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવી જણાવેલ કે સેન્ટ્રો કાર ચાલક દ્વારા ફ્રી ટોલગેટ માંથી પસાર થવાને બદલે 11 નંબરના ગેટ ઉપરથી પોતાનું વાહન પસાર કરતા તેઓએ વાહન પરત રિવર્સમાં લઈ ફ્રી ટોલ ગેટ થી પસાર થવાનું જણાવેલ પરંતુ સેન્ટ્રો કાર ચાલકે પોતાનું વાહન ઉભુ રાખેલ નહીં અને ચા નાસ્તાની લારીઓ પર વાહન ઉભુ રાખી સિક્યુરિટી કર્મચારી ને ત્યાં બોલાવી તું મારી ગાડી રોકે છે તેમ કહીને ગાડીમાં રહેલ લોખંડની પાઇપ પડે અને ગડદા પાટુ નો માર મારી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની સામી ફરિયાદ નોંધાવી છે વેજલપુર પોલીસે બંનેની સામે ફરિયાદો નોંધી તપાસ શરૂ કરી છે.