Sports

Fifa World Cup: મેસ્સીનું સપનું પૂરું : આર્જેન્ટિના 36 વર્ષ પછી જીત્યું, ફ્રાન્સને હરાવી રચી દીધો ઈતિહાસ

કતાર : FIFA વર્લ્ડ કપ 2022ની (FIFA World Cup 2022) ફાઇનલમાં (Final) ફ્રાન્સ (France) અને આર્જેન્ટિના (Argentina) વચ્ચે દિલધડક મુકાબલો થયો હતો. 90 મિનિટના અંતે બંને ટીમો 2-2ની બરાબરી પર હતી. આ પછી મેચ વધારાના સમયમાં પહોંચી અને બંને ટીમોએ વધુ 1-1 ગોલ કર્યા. મેચ 3-3થી ડ્રોમાં સમાપ્ત થઈ અને આર્જેન્ટિના પેનલ્ટી શૂટ આઉટથી જીતી ગઈ છે. અને આ સાથે જ આર્જેન્ટિનાની ટીમની કપ્તાન મેસ્સીના નૈતુત્વમાં ત્રીજી વાર આ રોમાંચક વર્લ્ડકપની મેચ જીતી લઇ શાનદાર ઈતિહાસ રચી દીધો હતો. મેચની છેલ્લી ઘડીઓમાં ઘણા વણાંકો આવ્યા હતા. આર્જેન્ટીના બાજી મારી જઈને ઈતિહાસ રચી દીધો હતો.

આર્જેન્ટિના પેનલ્ટી પર જીત્યું હતું
આ મેચમાં આર્જેન્ટિનાની ટીમ શરૂઆતથી જ દબદબો બનાવી રહી હતી. પ્રથમ હાફમાં આર્જેન્ટિનાએ 2-0ની સરસાઈ મેળવી હતી. આ મેચનો પહેલો ગોલ લિયોનેલ મેસીએ 23મી મિનિટે પેનલ્ટી પર કર્યો હતો. આ પછી પણ આર્જેન્ટિનાની ટીમે ફ્રાન્સને કોઈ તક આપી ન હતી અને આ પછી એન્જલ ડી મારિયાએ 36મી મિનિટે વધુ એક ગોલ કરીને પોતાની ટીમની લીડ બમણી કરી હતી.

હાફ ટાઇમ 45 મિનિટ સુધીમાં આર્જેન્ટિનાએ લીડ મેળવી હતી.
ફીફા વર્લ્ડ કપની ફાઈનલ મેચનો દિલધડક આગાઝ ભારતીય સમય અનુસાર 8:30 શરુ થયો હતો. કતારના લુસેલ સ્ટેડિયમમાં ફસ્ટ હાફ પહેલા મેચની 23મી મીનીટે લીઓને મેસ્સીએ પહલો ગીલ અને ત્યારબાદ 36મી મિનિટે એન્જલ ડી મારિયાએ ગોલ ફટકાર્યો હતો. અને . હાફ ટાઇમ 45 મિનિટ સુધીમાં આર્જેન્ટિનાએ લીડ મેળવી લીધી હતી. હાલ સ્કોર બીજા હાફમાં બન્ને ટીમ હજુ સુધીમાં ગોલ કરી શકી ન હતી. આર્જેન્ટિનાએ પોતાની આક્રમક રમત ચાલુ રાખીને ફ્રાન્સ પર દબાણ બનાવ્યું હતું. ટીમે બીજા હાફમાં પણ ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ફ્રાન્સના ગોલકીપરે તેને બચાવી લીધો હતો.

એમ્બાપ્પે 100 સેકન્ડમાં 2 ગોલ કર્યા
ફ્રાન્સના યુવા સ્ટ્રાઈકર કાઇલિયન એમ્બાબ્પેએ માત્ર 100 સેકન્ડની અંદર બે ગોલ ફટકારીને ફ્રાન્સને ગેમમાં લાવી દીધું હતું. પહેલા મેચની 79મી મિનેટે પેનલ્ટીમાં ગોલ ફટકાર્યો હતો. આ પછી તરત જ તેણે લેફ્ટ વિંગમાં આવીને ગોલ ફટકારીને સ્કોરલાઇન 2-2ની બરાબરી પર લાવી દીધું હતું.

મેસ્સીએ વર્ષ 2006માં આ ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કર્યું હતું
આર્જેન્ટીનાના કેપ્ટન લિયોનેલ મેસીએ આ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. તે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મેચ રમનારા ફૂટબોલર બની ગયો છે. મેસ્સીનો આ પાંચમો વર્લ્ડ કપ છે. મેસ્સીએ વર્ષ 2006માં આ ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી અત્યાર સુધી તેણે 26 મેચ અને તેનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહ્યા છે. આ રેકોર્મેડની સરખામણીમાં મેંસ્સીએ જર્મનીના ભૂતપૂર્વ ફૂટબોલર લોથર મેથેયસને પાછળ છોડી દીધો છે. મેથ્યુસે વર્લ્ડ કપમાં 25 મેચ રમી હતી. તેણે પાંચ વર્લ્ડ કપમાં પણ લઇ ચુક્યા હતા.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ પાંચ વર્લ્ડ રમી ચૂક્યા છે.. જો કે તેના નામે માત્ર 22 મેચ રમવાનો રેકોર્ડ છે. આ સાથે જ ફ્રેન્ચ કેપ્ટન હ્યુગો લોરિસે પણ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો. લોરિસનો આ ચોથો વર્લ્ડ કપ છે. તે જ સમયે, તે ફાઇનલમાં ઉતરતાની સાથે જ તેની પાસે વર્લ્ડ કપમાં 20 મેચ હતી. તે વિશ્વ કપમાં ફ્રાન્સ માટે સૌથી વધુ કેપ મેળવનાર ફૂટબોલર બની ગયો છે.

Most Popular

To Top