સુરત: ઉધનાના (Udhna) ખટોદરા (Khatodra) વિસ્તારમાં એક કપડાના શો રૂમમાં (Showroom ) આગ (Fire) લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. કપડાના શો રૂમમાં ભીષણ આગ લાગતાં શો રૂમમાં રહેલો સાામન બળીને ખાક થઈ ગયો હતો. આગ લાગ્યાની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
મળતી માહિતી અનુસાર આજે સવારે 8:24 કલાકે ઉધનાના ખટોદરા વિસ્તારમાં આવેલા નવજીવન હ્યુન્ડાઈ કારના શો રૂમની બાજુમાં આવેલા ઈશિતા હાઉસ ફેક્ટરીમાં આવેલા ફેશન નામના શો રૂમમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. કપડાના શો રૂમમાં રહેલા સામાન જેમકે સાડી, લેડીસ કુર્તા, ગ્રાઉન સહિતના કપડા બળીને ખાખ થઈ ગયા હતા. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો. સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાન હાનિ થયેલ નથી. આગ કયા કારણસર લાગી હોય શકે તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
દુકાનદાર સુનીલ પાટીલ પાસે મળતી વિગતો અનુસાર સવારે શો રૂમમાં તેમનો ત્રણ જણાનો સ્ટાફ હાજર હતો. લગભગ સવારે 8:15 વાગ્યાની આસપાસ સ્ટફે એસીમાંથી ધુમાડો નીકળતો જોયો હતો. જેની જાણ તેમને સુનીલ પાટીલને કરી હતી. સ્ટાફ અને સુનીલ પાટીલ કઈ સમજે તે પહેલા શોર્ટ સર્કિટથી આગ વધુ ફેલાઈ હતી. આ અંગે સ્ટાફે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતા. સુનીલ પાટીલના જણાવ્યા અનુસાર શો રૂમમાં રહેલા કાપડાના મટ્રિયલ સહિત સાડી, ડ્રેસ, ગ્રાઉન બળીને ખાખ થઈ જવા પામ્યું છે. આ સિવાય શો રૂમમાં આવેલા એસી, સોફા, ખુરશી સહિતના ફર્નિચર પણ આગમાં હોમાય ગયા હતા. દુકાનદારના જણાવ્યા અનુસાર લાખો-કરોડોનું નુકસાન થયું છે. ઈશિતા શો રૂમના માલિક કિશોર પટેલને પણ આ દુર્ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગતરોજ સુરતમાં સીટી બસમાં ભીષણ આગ લાગી હતી.
સુરતમાં પેસેન્જરો સાથે રસ્તા પર દોડતી સિટી બસ ભડભડ સળગી ઉઠી
આ અગાઉ ગઈ કાલે રસ્તા પર દોડતી સીટી બસમાં અચાનક આગ લાગી હતી. જ્યારે બસમાંઆગ લાગી ત્યારે બસની અંદર ખીચોખીચ મુસાફરો ભરેલા હતા. જોત જોતમાં આગ વધુ પ્રસરી હતી, પરંતુ ડ્રાઈવરની સમયસૂચકતાના કારણે મુસાફરોને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. સીટી બસ સળગી જવાની ઘટના બની હતી. આગ એટલી ભયંકર હતી કે મિનીટોમાં જ આખી બસ બળીને ખાક થઈ હતી.