Charchapatra

ભાજપ રાજના ભીષણ હુમલાઓ

આતંકી હુમલાઓ અંગે ભાજપ અને મોદી સતત કોંગ્રેસને બદનામ કરે છે. પ્રજા સમર્થન કરતી રહી છે. દેશ ઉપર ઘણાં આતંકી હુમલાઓ ભાજપના રાજમાં પણ થયા છે. યાદી જુઓ (1) કંદહાર પ્લેન હાઈજેક- કારગીલ ઘુસણખોરી 1999 BJP સરકાર (2) સંસદભવન પર હુમલો 2001 BJP સરકાર (3) ઉરી ભારતીય એરબેઝ પર હુમલો 2016 BJP સરકાર (4) અમરનાથયાત્રા પર હુમલો 2017 BJP સરકાર (5) પુલવામા સૈન્ય કાફલા પર હુમલો 2019 BJP સરકાર (6) રાજૌરી સૈન્ય કેમ્પ ઉપર હુમલો 2023 BJP સરકાર (7) પહેલગામ પ્રવાસી ટુરીસ્ટો ઉપરનો ગોઝારો હુમલો. તમે અને તમારો પરિવાર ક્યાંય સલામત નથી. સરકારના નેતાઓની આગળ પાછળ પોલીસની 20/25 ગાડીઓ દોડે છે. મોહન ભાગવતને Z+ કમાન્ડો સુરક્ષા 24 કલાક અપાય છે. પ્રજા ભગવાન ભરોસે જીવે છે. હેલ્મેટ વગરના વાહનચાલકને પકડવા 5/7 પોલીસવાળા પુલના છેડા દબાવી ઊભા રહી જાય છે. પહેલગામ આતંકી હુમલાના સ્થળે એકેય સુરક્ષા જવાન કેમ નહીં?
સુરત     – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પહેલગામની ઘટના બાદ કઠોર નિર્ણયા કરવાનો સમય પાકી ગયો
પહેલગામમાં રક્તરંજિત પ્રેરિત ઘટનામાં હવે દુશ્મનોના દાંત ખાટા કરવાનો સમય આવી ગયો છે. સુરતનો નિર્દોષ અને માસુમ દીકરો નક્ષ કળથિયાએ હુમલાનો ચિતાર આપીને સૌના હોંશ ઉડાવી દીધા. ‘‘કાશ્મીર તો ઘણું સારું છે પણ પહેલગામની આતંકવાદીઓ આવતા અમારે ભાગીને સંતાવવું પડ્યું હતું. મેં બે આતંકીઓને જોયા, એકની મોટી દાઢી અને ટોપીમાં કેમેરો હતો.” આ ક્રૂરતા પૂર્વકની ઘટના જોઇને હવે સહન શક્તિનો સમય પૂરો થયો હોય એમ લાગે છે. હવે દેશભરમાં હાક પડી છે. ત્યારે માત્ર આતંકીઓને પકડીને મોતને ઘાટ ઉતરવું પુરતું નથી પણ કોઈક ઠોસ કદમ લેવાવાં જોઈએ. તો જ કાશ્મીરમાં આતંકવાદ ફેલાવનારને શરીર પણ ધ્રૂજે. કઠોર પગલાં લેવાશે તો જ પહેલગામની ઘટનામાં મૃતાત્માઓને પણ શાંતિ મળશે.
ભરૂચ    – વિરેન્દ્રસિંહ અટોદરીયા

Most Popular

To Top