ઈતિ, નો અર્થ એ પ્રમાણે તથા હાસ એટલે હતુ. ઈતિ+હાસ=ઈતિહાસ. ઈતિહાસના પ્રસંગોનુ પુનરાવર્તન થતું રહે છે. પોષાકની ફેશન જેમ સમયાંતરે નાનકડાં સુધારાં વધારાં સાથે પરત આવે તેમજ. ‘ધીસ’ ગુજરાત ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું આર્થિક પાટનગર સુરતની વિશિષ્ટતા. હોળી બાદ હરીપરાના મહિધરપરા વિસ્તારનું વાર્ષિક નઝરાણું એટલે ધીસ, પાંચથી છ દાયકાપહેલા એ નિહાળવાનો લ્હાવો કિશોરાવસ્થામાં માણેલો. નિવાસ પરીપરાની ધોબીશેરીમાં એટલે ખૂબ નજીકથી આ ગૌરવવંતો ઉત્સાહ નજરે જોયેલો. આઠેમના મેળાની જેમ એ લુપ્ત થઈ ગયો હતો. પરંતુ પુન: જીવીત 2022ના વર્ષમાં કમિશનર અજય તોમરસાહેબ તથા પંકજ કાપડિયા હેલ્થ ક્લબનાએ કર્યો . વર્ષોબાદ કોઈ મિત્ર મળે જે આનંદ થાય તેવો જ ઉલ્લાસ ધીસના સમાચારો વાંચી થયો. એ જોવા માનવમહેરામણ ઊભરાય. કરોડો, અબજોપાત્ર શેઠિયાઓ તાસઊગારાં વગાડતાં તેના પર દાંડી પીટતા આગળ વધે. નવીન સુધારો એ રહ્યો કે ઓળખ ઊભી કરવા અલગ અલગ ડ્રેસ કોડનું અમલીકરણ થયું. વર્ષોપુરાણી પારંપરિક ઉજવણી લોકોના હૈયે ઉમંગ ઉત્સાહ દાળિયાશેરી મહિધરપરાથી જદાખાડી, રામપુરા થઈ રૂઘનાથપુરા સતીમાતાના મંદિરે સમાપ્ત થઈ. કેટલીક જગ્યાએ ધીસને આવકારવા ફટાકડાં ફોડવા. તહેવારો તેમજ આવાં અનેરાં ઉત્સવો. આપણે યુવાનીમાં જે કર્યું હોય, માણ્યુ હોય તે ઘડપણમાં મન, હૃદય અને ચહેરા પર ઉપસી આવે છે. આવા ઉત્સવો હાર્ટએટેક, બ્રેઈનહેમરેજ જેવા ભયંકર રોગોને દૂર રાખે છે. ઉત્સવના ઓળાનો સ્વાદ મિલનોન્મુખીને જ સમજાય.
અડાજણ – કુમુદભાઈ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ઉત્સવના ઓળા…
By
Posted on