દાહોદ: દેવગઢબારિયા નગર તેમજ તાલુકામાં ખાતર ના વેપારી ઓ દ્વારા જાણે ખેડૂતો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતી હોય તેમ ખેડૂતો પાસેથી ખાતરની થેલી ના 350 રૂપિયાથી પણ વધુ ભાવ લેતા વેપારીઓ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઇ સરકારી રાહે ખાતર મળી રહે તેવી ઉઠેલી માંગ દેવગઢ બારીયા તાલુકામાં વરસાદ જાણે હાથતાળી આપતો હોય તેમ વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
તેમજ સમયસર વરસાદ ન આવતા ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ખેતી નિષ્ફળ ગઇ હોય તેમ જોવાઈ રહ્યું છે ત્યારે કેટલાક ખેડૂતોએ એકવારની નિષ્ફળ ગયેલી ખેતી ના કારણે બીજીવાર ખેતરમાં નવેસરથી ખોળ ખાતર નાખી ઓરણ કરી કુવા ,નદી ,નાળા માંથી પાણીની વ્યવસ્થા કરી પોતાનો પાક બચાવવાની કોશિશ કરી રહ્યા છે એક તરફ મોંઘાદાટ બિયારણો તો બીજી તરફ ખાતર ના વધતા જતા ભાવ ખાતરની થતી કાળા બજાર જેના કારણે ખેડૂતો ને વધુ એક ફટકો પડતો હોય તેમ જણાઈ રહ્યું છે.
ત્યારે નગર તેમજ તાલુકામાં ખાતર નો વેપાર કરતા કેટલાક વેપારીઓ તેમજ મંડળીઓ દ્વારા ખાતરની કૃત્રિમ અછત ઉભી કરી ખાતરની એક થેલીનો રૂ ૩૫૦થી પણ વધુ ભાવ વસૂલાતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ ગરીબ ખેડૂત ની હાલત એટલી કફોડી બનવા પામી છે કે વધતા જતા ખાતર ના ભાવ ને લઈ ખેડૂત જાણે ખેતી કરવાને લાયક રહ્યો ન હોય તેમ જોવાઈ રહ્યું છે ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા ખેડૂતને જોઈતું ખાતર આપવાના બદલે તેને અલગ ખાતર પણ પધરાવી દેતા હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા તપાસ હાથ ધરી સરકારી ભાવે ખેડૂતોને ખાતર મળી રહે તેવા પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આમ દેવગઢ બારીયા તાલુકા તેમજ નગરમાં ખાતર ની કુત્રિમ અછત ઊભી કરી સરકાર ના નિયમો નેવે મૂકી વધુ ભાવ વસૂલ તા વેપારીઓ સામે તંત્ર પગલાં ભરશે કેમ તે જોવાનું રહ્યું.